________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું
૬૦૭
સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
તેવી સાચી ઇચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્યપણું, જ્ઞાનીનાં વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી, અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાનસ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે.
પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષસંબંધી બધાં સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પ કાળે પ્રાયે (ઘણું કરીને) સિદ્ધ થાય છે; પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુજીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો કવચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે, તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે.
તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.
આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જાવો ઓસર્યા છે, તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષનાં વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે.
આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સત્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે; માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે.
સર્વ મુમુક્ષુઓએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે.
૭૮૪
મુંબઇ, અસાડ સુદ ૪, રવિ, ૧૯૫૩
સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે.
સત્પુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, એવો નિ:સંદેહ અનુભવ થાય છે.
યોગ્ય છે.
ના સર, માત્ર તેની અન્ય પ્ર
અત્રેથી ‘યોગવાસિષ્ઠ’નું પુસ્તક મોકલ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરી વાંચવું તથા વારંવાર વિચારવું
܀܀܀܀܀
૭૮૫
મુંબઈ, અસાડ વદ ૧, ગુરુ, ૧૯૫૩
શ્રી ધુરીભાઈએ અગુરુલઘુ” વિષે પ્રશ્ન લખાવ્યું તે પ્રત્યક્ષ સમાગમેં સમજવું વિશેષ સુગમ છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્યંતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગવૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં; ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં.