________________
soo
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દૃષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે.
તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તોપણ તેથી પોતાનો ઔષધાદિપણાનો ગુણ દેખાડ્યા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પોતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે. અર્થાત્ જેમ ઔષધાદિનાં પુદ્ગલમાં રોગાદિનાં પુદ્ગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપપણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઈ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂર્છા છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્ત્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણીને યથાવસરે ફળ આપે છે. જેમ રોગાદિનાં કારણરૂપ કર્મબંધ પોતાનો જેવો સ્વભાવ છે તેવો દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુદ્ગલ પોતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પોતાનો સ્વભાવ દર્શાવવાને યોગ્ય છે, તથારૂપ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે.
ગૃહસ્થવ્યવહારમાં પણ પોતાના દેહે રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદૃષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાર્દષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્ત્તધ્યાન ઊપજતું દેખાય તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય ( નિષ્પાપ ) ઔષધાદિની વૃત્તિ રાખવી. ક્વચિત્ પોતાને અર્થે અથવા પોતાને આશ્રિત એવા અથવા અનુકંપાયોગ્ય એવા પરજીવને અર્થે સાવદ્ય ઔષધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવદ્યપણું નિર્ધ્વસ ( ક્રૂર ) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પોષે તેવું હોવું ન જોઈએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાનીપુરુષની વાણીને કંઈ પણ એકાંત દૃષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે.
૭૭૩
શ્રી સર્વજ્ઞાય નમઃ
વવાણિયા, ચૈત્ર સુદ ૧૫, શનિ ૧૯૫૩
જે વેદનીય પર ઔષધ અસર કરે છે, તે ઔષધ વેદનીયનો બંધ વસ્તુતાએ નિવૃત્ત કરી શકે છે, એમ કહ્યું નથી, કેમકે તે ઔષધ અશુભકર્મરૂપ વેદનીયનો નાશ કરે તો અશુભકર્મ નિષ્ફળ થાય અથવા ઔષધ શુભ કર્મરૂપ કહેવાય. પણ ત્યાં એમ સમજવું યોગ્ય છે કે તે અશુભ કર્મ વેદનીય એવા પ્રકારની છે કે તેને પરિણામાંતર પામવામાં ઔષધાદિ નિમિત્ત કારણરૂપ થઇ શકે. મંદ કે મધ્યમ શુભ અથવા અશુભ બંધને કોઇ એક સ્વજાતીય કર્મ મળવાથી ઉત્કૃષ્ટ બંધ પણ થઇ શકે છે. મંદ કે મધ્યમ બાંધેલા કેટલાએક શુભ બંધને કોઇ એક અશુભ કર્મવિશેષના પરાભવથી અશુભ પરિણામીપણું થાય છે. તેમજ તેવા અશુભ બંધને કોઇ એક શુભકર્મના યોગથી શુભ પરિણામીપણું થાય છે.
મુખ્ય કરીને બંધ પરિણામાનુસાર થાય છે. કોઇ એક મનુષ્ય કોઇ એક મનુષ્યપ્રાણીનો તીવ્ર પરિણામે નાશ કરવાથી તેણે નિકાચિત કર્મ ઉત્પન્ન કર્યું છતાં કેટલાક બચાવના કારણથી અને સાક્ષી આદિના અભાવથી રાજનીતિના ધોરણમાં તે કર્મ કરનાર મનુષ્ય છૂટી જાય તેથી કાંઇ તેનો બંધ નિકાચિત નહીં હોય એમ સમજવા યોગ્ય નથી, તેના વિપાકનો ઉદય થવાનો વખત દૂર હોય તેથી પણ એમ બને. વળી કેટલાક અપરાધમાં રાજનીતિના ધોરણે શિક્ષા થાય છે તે પણ કર્યાંના