________________
૫૯૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૬૦ દ્રવ્યકર્મનું નિમત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઈ કોઈના ભાવના કર્તા નથી; તેમ કર્યા વિના થયાં નથી.
૬૧ સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કર્તા છે; પુદ્ગલકર્મનો આત્મા કર્તા નથી. એ વીતરાગનાં વાક્ય સમજવા યોગ્ય છે.
૬૨ કર્મ પોતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પોતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે. ૬૩ કર્મ જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તો પછી તેનું ફળ કોણ ભોગવે ? અને તે ફળ કર્મ કોને આપે ?
૬૪ સંપૂર્ણ લોક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સુક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત કંધોથી.
૬૫ આત્મા જ્યારે ભાવકર્મરૂપ પોતાનો સ્વભાવ કરે છે, ત્યારે ત્યાં રહેલા પુદ્ગલપરમાણુઓ પોતાના સ્વભાવને લીધે કર્મભાવને પ્રાપ્ત થાય છે; અને એકબીજા એકક્ષેત્રાવગારૂપણે અવગાઢતા પામે છે.
વ્રુદ્ધ કોઈ કર્તા નહીં છતાં પુદ્ગલદ્રવ્યથી જેમ ઘણા સ્કંધોની ઉત્પત્તિ થાય છે. તેમ ફર્મપણે પણ સ્વાભાવિકપણે પુદ્ગલદ્રવ્ય પરિણમે છે એમ જાણવું,
૬૭ જીવ અને પુદ્ગલસમૂહ અરસપરસ મજબૂત અવગ્રાહિત છે. યથાકાળે ઉદય થયે તેથી જીવ સુખદુઃખરૂપ કળ વે છે.
૬૮ તેથી કર્મભાવનો કર્તા જીવ છે અને ભોક્તા પણ જીવ છે. વૈદક ભાવને લીધે કર્મફળ તે અનુભવે છે.
૬૯ એમ કર્યાં અને ભોક્તા આત્મા પોતાના ભાવથી થાય છે. મોહથી સારી રીતે આચ્છાદિત એવો તે જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે.
i dance
૭૦ (મિથ્યાત્વ) મોહનો ઉપશમ થવાથી અથવા ક્ષય થવાથી વીતરાગના કહેલા માર્ગને પ્રાપ્ત થયેલો એવો ધીર, શુદ્ધ જ્ઞાનાચારવંત નિર્વાણપુર પ્રત્યે જાય છે.
૭૧-૭૨ એક પ્રકારથી, બે પ્રકારથી, ત્રણ પ્રકારથી, ચાર ગતિના પ્રકારથી, પાંચ ગુણોની મુખ્યતાથી, છકાયના પ્રકારથી, સાત ભંગના ઉપયોગપણાથી, આઠ ગુણ અથવા આઠ કર્મરૂપ ભેદથી, નવ તત્ત્વથી, અને દશસ્થાનકથી જીવનું નિરૂપણ છે.
૭૩ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધથી સર્વથા મુક્ત થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે. સંસાર અથવા કર્માવસ્થામાં વિદિશા વિના બીજી દિશાઓમાં જીવ ગમન કરે છે.
૭૪ સ્કંધ, સ્કંદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ એમ પુદ્ગલ અસ્તિકાય ચાર પ્રકારે જાણવો.
૭૫ સકળ સમસ્ત તે ‘સ્કંધ’, તેનું અર્ધ તે ‘દેશ’, તેનું વળી અર્ધ તે ‘પ્રદેશ’ અને અવિભાગી તે ‘પરમાણુ’.
૭૬ બાદર અને સૂક્ષ્મ પરિણામ પામવા યોગ્ય સ્કંધમાં પૂરણ (પુરાવાનો), ગલન (ગળવાનો, છૂટા પડી જવાનો) સ્વભાવ જેનો છે તે પુદ્ગલના નામથી ઓળખાય છે. તેના છ ભેદ છે, જેનાથી ત્રૈલોક્ય ઉત્પન્ન થાય છે.
૭૭ સર્વ સ્કંધનું છેલ્લામાં છેલ્લું કારણ પરમાણુ છે. તે સત્, અશબ્દ, એક, અવિભાગી અને મૂર્ત હોય છે,