________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૦ મું.
૭૨
વવાણિયા, કા. સુદ ૧૦, શનિ, ૧૯૫૩
માતૃશ્રીને શરીરે તાવ આવવાથી તથા કેટલોક વખત થયાં અત્રે આવવા વિષે તેમની વિશેષ આકાંક્ષા હોવાથી ગયા સોમવારે અત્રેથી આજ્ઞા થવાથી નડિયાદથી ભોમવારે રવાને થવાનું થયું હતું. બુધવારે બપોરે અત્રે આવવું થયું છે.
શરીરને વિષે વેદનીયનું અશાતાપણે પરિણમવું થયું હોય તે વખતે શરીરનો વિપરિણામી સ્વભાવ વિચારી તે શરીર અને શરીરને સંબંધે પ્રાપ્ત થયેલાં સ્ત્રીપુત્રાદિ પ્રત્યેનો મોહ વિચારવાન પુરુષો છોડી દે છે; અથવા તે મોહને મંદ કરવામાં પ્રવર્તે છે,
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ વિશેષ વિચારવા યોગ્ય છે.
શ્રી અચળ વગેરેને યથા
܀܀܀܀܀
૭૨૩
વવાણિયા, કા. સુદ ૧૧, રવિ, ૧૯૫૩
લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.
܀܀܀܀܀
૭૨૪ તિ
પંચ પરમપદ બોધ્યો, જે પ્રમાણે પરમ વીતરાગે;
વવાણિયા, કાર્તિક, ૧૯૫૩
તે અનુસરી કહીશું, પણમીને તે પ્રભુ ભક્તિ રાગે, ૧
Audio
મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ;
પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ ર
* ૧. શ્રીમના દેહોત્સર્ગ પછી તેઓનાં વચનોનો સંગ્રહ કરવામાં આવ્યો ત્યારે આ વિષયની ૩૬ કે ૫૦ ગીતિ હતી,
પણ પાછળથી સંભાળપૂર્વક નહીં રહ્યાંથી બાકીની ગુમ થઈ છે.