________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ;
કર્તા
ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨
અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. ૧૨૨ મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩
૫૫૫
આત્માનું શુદ્ધપદ છે તે મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે; શ્રી સદ્ગુરુએ કૃપા કરીને નિગ્રંથનો સર્વ માર્ગ સમજાવ્યો. ૧૨૩
અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪
અહો ! અહો ! કરુણાના અપાર સમુદ્રસ્વરૂપ આત્મલક્ષ્મીએ યુક્ત સદ્ગુરુ આપ પ્રભુએ આ પામર જીવ પર આશ્ચર્યકારક એવો ઉપકાર કર્યો. ૧૨૪
શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. ૧૨૫
હું પ્રભુના ચરણ આગળ શું ધરું ? (સદ્ગુરુ તો પરમ નિષ્કામ છે; એક નિષ્કામ કરુણાથી માત્ર ઉપદેશના દાતા છે, પણ શિષ્યધર્મે શિષ્ય આ વચન કહ્યું છે.) જે જે જગતમાં પદાર્થ છે, તે સૌ આત્માની અપેક્ષાએ નિર્મૂલ્ય જેવા છે, તે આત્મા તો જેણે આપ્યો તેના ચરણસમીપે હું બીજું શું ધરું ? એક પ્રભુના ચરણને આધીન વર્લ્ડ એટલું માત્ર ઉપચારથી કરવાને હું સમર્થ છું. ૧૨૫
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન;
દાસ, દાસ હું દાસ છું. તેમ પ્રભુનો દીન. ૧૨૬
આ દેહ. આદિ' શબ્દથી જે કંઈ મારું ગણાય છે તે, આજથી કરીને સદ્ગુરુ પ્રભુને આધીન વર્તો, હું તેહ પ્રભુનો દાસ છું, દાસ છું, દીન દાસ છું. ૧૨૬
ઘટ સ્થાનક સમજાવીને, ભિન્ન બનાવ્યો આપ:
મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ. ૧૨૩૧
છયે સ્થાનક સમજાવીને હે સદ્ગુરુ દેવ ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તરવાર જાદી કાઢીને બતાવીએ તેમ સ્પષ્ટ જાદો બતાવ્યો; આપે મપાઈ શકે નહીં એવો ઉપકાર કર્યો. ૧૨૭
ઉપસંહાર
દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી;
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮
યે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯
આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા તેના કોઈ ૧. આ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' શ્રી સોભાગભાઈ આદિ માટે રચ્યું હતું તે આ વધારાની ગાથાથી જણાશે. શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ;
તથા ભવ્યતિકારણે કો કહ્યો બોધ સુખસાજ.