________________
૫૫૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત;
જેથી કેવળ પામિયે, મોક્ષપંચ તે રીત. ૧૦૧
“સત્' એટલે “અવિનાશી”, અને “ચૈતન્યમય' એટલે “સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય’ “અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો”, ‘કેવળ' એટલે ‘શુદ્ધ આત્મા” પામીએ તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. ૧૦૧
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨
કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. ૧૦૨
કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હો બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩
તે મોહનીય કર્મ બે ભેદે છેઃ- એક દર્શનમોહનીય એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ’; બીજી ‘ચારિત્રમોહનીય’; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય' તે ચારિત્રમોહનીય
દર્શનમોહનીયને આત્મબોધ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્યાોધ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે, - તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં
-
પ્રકાશસ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. ૧૦૩
કર્મબંધ ક્રોધાદિથી. હૐ ક્ષમાદિક તહ
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેડ ? ૧૦૪
ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે હણાય છે; અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે; એમ રતિ, અરતિ આદિના પ્રતિપક્ષી તે તે દોષો રોકી શકાય છે, તે જ કર્મબંધનો નિરોધ છે; અને તે જ તેની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે, અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદિ રોક્યાં રોકાય છે, અને જે કર્મબંધને રોકે છે, તે અકર્મદશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં, પણ અત્રે અનુભવમાં આવે છે, તો એમાં સંદેહ શો કરવો ? ૧૭૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ;
કહો માર્ગ આ સાધશે, જન્મ તેના અલ્પ. ૧૯૫
આ મારો મત છે, માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે, માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવા.
અહીં ‘જન્મ’ શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે ક્વચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જઘન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાધન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં; બહુ જ અલ્પ. ‘સમકિત આવ્યા પછી જો વર્મ નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય,' એમ જિને કહ્યું છે, અને ‘જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય'; અત્રે તે વાતનો વિરોધ નથી. ૧૦૫