________________
૫૪૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સ્થિતિમાં રહે, તેમ ચેતનનો અવસ્થાંતરૂપ નાશ તારે કહેવો હોય તો તે થી સ્થિતિમાં રહે, અથવા ઘટના પરમાણુઓ જેમ પરમાણુસમૂહમાં ભળ્યા તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ; અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહીં ભળી શકવા યોગ્ય, અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહીં પામવા યોગ્ય એવું ચેતન એટલે આત્મા તને ભાયમાન થશે. ૭૦
܀܀܀
શંકા - શિષ્ય ઉવાચ
(આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે-
કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ;
અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧
જીવ કર્મનો કર્તા નથી, કર્મના કર્તા કર્મ છે. અથવા અનાયાસે તે થયાં કરે છે. એમ નહીં, ને જીવ જ તેનો કર્તા છે એમ કહો તો પછી તે જીવનો ધર્મ જ છે, અર્થાત્ ધર્મ હોવાથી ક્યારેય નિવૃત્ત ન થાય. ૭૧
આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ;
અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨
અથવા એમ નહીં, તો આત્મા સદા અસંગ છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે; તેમ નહીં, તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી ‘અબંધ’ છે. ૭૨ માટે મોક્ષ ઉપાયનો કોઈ ન હેતુ જણાય;
કર્મતણું કર્તાપણું. કાં નહિ, કાં નહિ જાય. ૭૩
માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય કરવાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. ૭૩
܀܀܀܀܀
સમાધાન - સદ્ગુરુ ઉંવાચ
(કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છેઃ-)
હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ?
જડસ્વભાવ નહિ પ્રેરણા, 'જાઓ વિચારી ધર્મ. ૭૪
ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. ૭૪
જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે ? પ્રેરણાપણે ગ્રહણ કરાવવારૂપ સ્વભાવ જનો છે જ નહીં; અને એમ હોય તો ઘટ, પરાદિ પણ ક્રોધાદિ ભાવમાં પરિણમવા જોઈએ અને કર્મના ગ્રહણકર્તા હોવા જોઈએ, પણ તેવો અનુભવ તો કોઈને ક્યારે પણ થતો નથી, જેથી ચેતન એટલે જીવ કર્મ ગ્રહણ કરે છે, એમ સિદ્ધ થાય છે; અને તે માટે કર્મનો કર્તા કહીએ છીએ. અર્થાત્ એમ જીવ કર્મનો કર્તા છે.
“કર્મના કર્તા કર્મ કહેવાય કે કેમ ?' તેનું પણ સમાધાન આથી થશે કે જડ કર્મમાં પ્રેરણારૂપ ધર્મ નહીં હોવાથી તે તે રીતે ગ્રહણ કરવાને અસમર્થ છે; અને કર્મનું કરવાપણું જીવને છે. કેમકે તેને વિષે પ્રેરણાશક્તિ છે. (૭૪) ૧. પાઠાંતર-જાઓ વિચારી મર્મ.