________________
પ૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પામવી સંભવિત દેખાય છે ? ફરી જાણે વર્ધમાનસ્વામીના વખત જેવો વર્તમાનકાળના યોગાદિ અનુસાર તે ધર્મ ઉદય પામે એવું દીર્ઘદૃષ્ટિથી સંભવે છે ? અને સંભવતું હોય તો તે શાં શાં કારણથી ?
ટળે ?
જૈનસૂત્ર હાલ વર્તમાનમાં છે, તેમાં તે દર્શનનું સ્વરૂપ ઘણું અધૂરું રહેલું જોવામાં આવે છે, તે વિરોધ શાથી
તે દર્શનની પરંપરામાં એમ કહ્યું છે કે વર્તમાનકાળમાં કેવળજ્ઞાન ન હોય, અને કેવળજ્ઞાનનો વિષય લોકાલોકનો દ્રવ્યગુણપર્યાયસહિત સર્વ કાળપરત્વે જાણવાનો માન્યો છે તે યથાર્થ દેખાય છે ? અથવા તે માટે વિચારતાં કંઈ નિર્ણય આવી શકે છે કે કેમ ? તેની વ્યાખ્યા કંઈ ફેર દેખાય છે કે કેમ ? અને મૂળ વ્યાખ્યા પ્રમાણે કંઈ બીજો અર્થ થતો હોય તો તે અર્થાનુસાર વર્તમાનમાં કેવળજ્ઞાન ઊપજે કે કેમ ? અને તે ઉપદેશી શકાય કે કેમ ? તેમજ બીજાં જ્ઞાનોની વ્યાખ્યા કહી છે તે પણ કંઈ ફેરવાળી લાગે છે કે કેમ ? અને તે શાં કારણોથી ?
દ્રવ્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય; આત્મા મધ્યમ અવગાહી, સંકોચવિકાસનું ભાજન; મહાવિદેહાદિ ક્ષેત્રની વ્યાખ્યા, તે કંઈ અપૂર્વ રીતે કે કહેલી રીતે ઘણા જ બળવાન પ્રમાણસહિત સિદ્ધ થવા યોગ્ય દેખાય છે કે કેમ ?
ગચ્છના મતમતાંતર ઘણી જ નજીવી નજીવી બાબતમાં બળવાન આગ્રહી થઈ જાદી જુદી રીતે દર્શનમોહનીયના હેતુ થઈ પડ્યા છે, તે સમાધાન કરવું બહુ વિકટ છે. કેમકે તે લોકોની મતિ વિશેષ આવરણને પામ્યા વિના એટલા અલ્પ કારણમાં બળવાન આગ્રહ ન હોય.
અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ એમાંના કયા આશ્રમવાળા પુરુષથી વિશેષ ઉન્નતિ થઈ શકવાનો સંભવ રહે છે ? સર્વવિરતિ કેટલાંક કારણોમાં પ્રતિબંધને લીધે પ્રવર્તી શકે નહીં; દેશવિરતિ અને અવિરતિની તથારૂપ પ્રતીતિ થવી મુશ્કેલ અને વળી જૈનમાર્ગમાં પણ તે રીતનો સમાવેશ ઓછો છે. આ વિકલ્પ અમને શા માટે ઊઠે છે ? અને તે શમાવી દેવાનું ચિત્ત છે તે શમાવી દઈએ ?
܀܀
૭૧૪
ૐ જિનાય નમઃ
ભગવાન જિને કહેલા લોકસંસ્થાનાદિ ભાવ આધ્યાત્મિક દૃષ્ટિથી સિદ્ધ થવા યોગ્ય છે,
ચક્રવર્ત્યાદિનું સ્વરૂપ પણ આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાય એવું છે.
મનુષ્ય-પ્રયત્વ પ્રમાણાદિમાં પણ તેવો સંભવ છે.
કાળ પ્રમાણાદિ પણ તે જ રીતે ઘટ્યમાન છે.
નિગોદાદિ પણ તે જ રીતે ઘટ્યમાન થવા યોગ્ય છે.
મને થવા
સિદ્ધસ્વરૂપ પણ એ જ ભાવથી નિદિધ્યાસન થવા યોગ્ય છે.
-
સંપ્રાપ્ત થવા યોગ્ય જણાય છે,
લોક શબ્દનો અર્થ
અનેકાંત શબ્દનો અર્થ
સર્વજ્ઞ શબ્દ સમજાવો બહુ ગૂઢ છે.
આધ્યાત્મિક છે.
ધર્મકથારૂપ ચરિત્રો આધ્યાત્મિક પરિભાષાથી અલંકૃત લાગે છે.
જંબુદ્વિપાદિનું વર્ણન પણ અધ્યાત્મ પરિભાષાથી નિરૂપિત કર્યું લાગે છે.
અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે.
(અપૂર્ણ)
સં. ૧૯૫૨