________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૯ મું
ઉપ
૪૯૧
મુંબઈ, પોષ વદ ૯, ગુરુ, ૧૯૫૨
દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.
જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્ત્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર-અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉંપર કહ્યો તે વિચાર-અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી.
99ન
મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨
ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂર્છિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા કરે છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.
܀܀܀܀܀
૬૬૭
મુંબઈ, પોષ વદ ૧૨, રવિ, ૧૯૫૨
મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિદ્રય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સત્પુરુષોએ ભકિતમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્વળ શરણરૂપ છે, અને સુગમ છે.
પત્ર મળ્યું છે.
૬૬૮
મુંબઈ, માહ સુદ ૪, રવિ, ૧૯૫૨
અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાત્મ્ય સર્વ જ્ઞાનીપુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.
હાલ તરતમાં સમાગમ સંબંધી વિશેષ કરી લખવાનું બની શકવા યોગ્ય નથી.
gse
મુંબઈ, માહ વદ ૧૧, રવિ, ૧૯૫૨
અત્રેથી વિગતવાર કાગળ મળતાં હાલ વિલંબ થાય છે. તેથી પ્રશ્નાદિ લખવાનું બનતું નથી, એમ આપે
લખ્યું તો તે યોગ્ય છે. પ્રાપ્ત પ્રારબ્ધોદયને લીધે પત્ર લખવામાં અત્રથી વિલંબ થવાનો