________________
૪૭૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે. તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે; જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે, વર્તાવું ઘટે છે.
જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્યે નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે; જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છૂટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તોપણ તે પ્રકાર કરતાં સર્વાંશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે.
કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય તે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે તે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું; અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેદ્યું છે, તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું, તથા બીજા પ્રકારે પરમાર્થાદિ લખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના અપૂર્વ સમાધિને હાનિ સંભવતી હતી. એમ છતાં પણ યથાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી.
અત્રેથી શ્રાવણ સુદ ૫-૬ ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. અને અમારા જવાના પ્રસંગ વિષે હાલ તમારે બીજા કોઈ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી, કેમકે જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તો સારું, એ જ વિનંતિ.
૬૧
મુંબઈ, આષાડ વદ ૦)), સૌમ, ૧૯૫૧
તમને તથા બીજા કોઈ સન્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે, પણ તે વિષેનો, અમુક કારણો પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી, જે કારણો જણાવતાં પણ ચિત્ત સંક્ષેપ થાય છે. જોકે કંઈ પણ તે વિષે સ્પર્શી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ ક્લેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય, પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખતાં પણ ચિત્ત ઉપશમ પામ્યા કરે છે, એટલે સહજે કાંઈ થાય તે થવા દેવું યોગ્ય ભાસે છે.
તવ
વવાણિયેથી વળતી વખત ઘણું કરી સમાગમનો યોગ થશે. ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા યોગ્ય દશા નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો, અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો, પણ ઉદયવશાત્ કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયો; જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું, અને હાલ કંઈ પણ તેવું થયું છે, એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતાં તેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકાર મને સંભવતો નથી. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્ટાર્થ જણવવા યોગ્ય છે.
આ આત્માને વિષે ગુણનું વિશેષે વ્યક્તત્વ જાણી તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તોપણ તે ભક્તિની યોગ્યતા માટે વિષે સંણવે છે એમ સમજવાને યોગ્યતા મારી