________________
૪૩૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૫૩૧
મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦
આપનાં લખેલાં ત્રણે પત્રો પહોંચ્યાં છે. જેનો પરમાર્થ હેતુએ પ્રસંગ હોય તે થોડીએક વિગત જો આજીવિકાદિ પ્રસંગ વિષે લખે કે જણાવે તો તેથી ત્રાસ આવી જાય છે. પણ આ કળિકાળ મહાત્માના ચિત્તને પણ ઠેકાણે રહેવા દે તેવો નથી, એમ વિચારી મેં તમારા પત્રો વાંચ્યા છે. તેમાં વેપારની ગોઠવણ વિષેમાં જે આપે લખ્યું તે હાલ કરવા યોગ્ય નથી. બાકી તે પ્રસંગમાં તમે જે કંઈ જણાવ્યું છે તે કે તેથી વધારે તમારી વી કંઈ કરવું હોય તો તેથી હરકત નથી. કેમકે તમારા પ્રત્યે અન્યભાવ નથી.
૫૩૨
મુંબઈ, આસો વદ ૦)), ૧૯૫૦
તમારાં લખેલાં ત્રણે પત્રોના ઉત્તરનું એક પત્તું' આજે લખ્યું છે. જે બહુ સંક્ષેપમાં લખ્યું હોવાથી તેનો ઉત્તર વખતે ન સમજી શકાય, તેથી ફરી આ પત્તું લખ્યું છે. તમારું ચીંધેલું કામ આત્મભાવ ત્યાગ કર્યા વિના ગમે તે કરવાનું હોય તો કરવામાં અમને વિષમતા નથી. પણ અમારું ચિત્ત, હાલ તમે જે કામ લખો છો તે કરવામાં ફળ નથી એમ જાણીને તમારે તે વિચાર હમણાં ઉપશમાવવો, એમ કહે છે. આગળ શું થાય છે તે ધીરજથી સાક્ષીવત્ જોવું શ્રેયરૂપ છે. તેમ હાલ બીજો કોઈ ભય રાખવો ઘટતો નથી. અને આવી જ સ્થિતિ બહુ કાળ રહેવાની છે એમ છે નહીં.
૧. જુઓ આંક ૫૩૧.
܀܀܀܀܀
પ્રણામ.