________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૩૭૧
તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તે જ સમયે આત્માને
વિષે તે ઉપયોગ અનન્ય થાય છે.
એ આદિ જે અનુભવવાર્તા તે જીવને સત્સંગના દેઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે.
તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે. એવા પુરુષને તે સત્સંગનો યોગ રહેવો એ દુષમકાળને વિષે અત્યંત વિકટ છે.
જે ચિંતાના ઉપદ્રવે તમે મુઝાઓ છો, તે ચિંતાઉપદ્રવ કોઈ શત્રુ નથી. કોઈ જ્ઞાનવાર્તા જરૂર લખજો.
જ્યાં ઉપાય નહીં ત્યાં ખેદ કરવો યોગ્ય નથી.
܀܀܀܀܀
૪૪૭
પ્રેમભક્તિએ નમસ્કાર.
મુંબઈ, વૈશાખ વદ ૮, ભોમ, ૧૯૪૯
ઈશ્વરેચ્છા પ્રમાણે જે થાય તેમાં સમતા ઘટે છે; અને તેના ઉપાયનો કંઈ વિચાર સૂઝે તે કર્યા રહેવું એટલો માત્ર આપણો ઉપાય છે.
સંસારના પ્રસંગોમાં ક્વચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે, એવું પ્રાયે હ્રદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે.
અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગનો જોગ થયો હોય તોપણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે; એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું. કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી.
૪૪૮
મુંબઈ, વૈશાખ વદ ૯, ૧૯૪૯
શ્રી મહાવીરદેવને ગૌતમાદિ મુનિજન એમ પૂછતા હતા કે હે પૂજ્ય । 'માહણ', 'શ્રમણ', 'ભિક્ષુ', અને 'નિર્ણય' એ ચાર શબ્દનો અર્થ શો છે, તે અમને કહો, તે અર્થ ત્યાર પછી શ્રી તીર્થંકર વિસ્તારથી કહેતા હતા. ઘણા પ્રકારની વીતરાગ અવસ્થાઓ તે ચારની અનુક્રમે વિશેષથી વિશેષ કરી કહેતા હતા, અને એમ તે શબ્દનો અર્થ શિષ્યો ધારતા હતા.
નિગ્રંથની ઘણી દશાઓ કહેતાં એક આત્મવાદપ્રાપ્ત’ એવો શબ્દ તે નિથનો તીર્થંકર કહેતા હતા. ટીકાકાર શીલાંગાચાર્ય તે “આત્મવાદપ્રાપ્ત' શબ્દનો અર્થ એમ કહેતા હતા કે “ઉપયોગ છે લક્ષણ જેનું, અસંખ્ય પ્રદેશી, સંકોચવિકાસનું ભાજન, પોતાનાં કરેલાં કર્મોનો ભોક્તા, વ્યવસ્થાએ કરી દ્રવ્યપર્યાયરૂપ, નિત્યાનિત્યાદી અનંત ધર્માત્મક એવા આત્માને જાણનાર.
૧. જુઓ, શ્રી સૂત્રકૃતાંગસૂત્ર, શ્રુતસ્કંધ ૧, અધ્યયન ૧૬, ગાથા ૫: ‘સચવાયવત્તે’ = आत्मवादप्राप्स आत्मनः उपयोगलक्षणस्य जीवस्यासंख्येयप्रदेशात्मकस्य संकोचविकाशभाजः स्वकृतफलभुजः प्रत्येकसाधारणतया व्यवस्थितस्य द्रव्यपर्यायतया नित्यानित्याद्यनंतधर्मात्मकस्य वा वाद आत्मवादस्तं प्राप्त आत्मवादप्राप्तः सम्यगु यथावस्थितात्मस्वतत्त्ववेदीत्यर्थः ।