________________
http://www.ShrimadRajchandra.org
૩૫૨
શ્રીમદ્ રાજચંદ્ર
૪૦૭
મુંબઈ, ભાદરવા વદ ૩, શુક્ર, ૧૯૪૮
શુભવૃત્તિ સંપન્ન મણિલાલ, ભાવનગર,
વિ યથાયોગ્યપૂર્વક વિજ્ઞાપન.
તમારું પત્ર ૧ આજે પહોંચ્યું છે; અને તે મેં વાંચ્યું છે, અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતાં તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિષેનું લખ્યું, તે ક્ષોભ હાલ યોગ્ય છે.
ક્રોધાદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી, સંસારત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે, અથવા તો કોઈ મહત પુરુષના યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી; અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે; અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવી જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તો તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ.
તમારી ઇચ્છા અત્ર સમાગમમાં આવવા વિષેની વિશેષ છે એ અમે જાણીએ છીએ; તથાપિ હાલ તે જોગની ઇચ્છા નિરોધ કરવા યોગ્ય છે, અર્થાત્ તે જોગ બનવો અશક્ય છે; અને એ ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે, તે તમે જાણી શક્યા હશો. આ તરફ આવવા વિષેની ઇચ્છામાં તમારા વડીલાદિ તરફનો જે નિરોધ છે તે નિરોધી હાલ ઉપરવટ થવાની ઇચ્છા કરવી યોગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમજોગ થવાજોગ હશે તો થઈ શકશે.
મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે; અને હાલ તો ગૃહસ્થધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભપરિગ્રહ સેવવા યોગ્ય નથી; અને આ પરમાર્થ વારંવાર વિચારી સગ્રંથનું વાંચન, શ્રાવણ, મનનાદિ કરવાં યોગ્ય છે. એ જ વિનંતિ.
܀܀܀܀܀
નિષ્કામ યથાયોગ્ય.
૪૦૮
ૐ નમસ્કાર
મુંબઈ, ભાદરવા વદ ૮, બુધ, ૧૯૪૮
જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાનીપુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાનીપુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે - કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી હ્રદયજોગ છે, એમ જાણી ક્વચિત્ ખૂદ પામીએ છીએ, ક્વચિત્ વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૃપ જણાય છે. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક હ્રદય પ્રમાણે વૈદન કર્યા સિવાય અન્ય ઇચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે હૃદયમાં બીજા કોઈને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે, જે સંસારને વિષે સાક્ષી કાં તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે.