________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૩૫
અમને તો કંઈ કરવા વિષે બુદ્ધિ થતી નથી, અને લખવા વિષે બુદ્ધિ થતી નથી. કંઈક વાણીએ વર્તીએ છીએ, તેમાં પણ બુદ્ધિ થતી નથી, માત્ર આત્મરૂપ મૌનપણું, અને તે સંબંધી પ્રસંગ, એને વિષે બુદ્ધિ રહે છે. અને પ્રસંગ તો તેથી અન્ય પ્રકારના વર્તે છે.
એવી જ 'ઈશ્વરેચ્છા' હશે ! એમ જાણી જેમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, તેમ જ યોગ્ય જાણી રહીએ છીએ. 'બુદ્ધિ તો મોક્ષને વિષે પણ સ્પાવાળી નથી.' પણ પ્રસંગ આ વર્તે છે. સત્સંગને વિષે રુચિકર એવા ડુંગરને અમારા પ્રણામ પ્રાપ્ત હો.
‘વનની મારી કોયલ' એવી એક ગુજરાદિ દેશની કહેવત આ પ્રસંગને વિષે યોગ્ય છે.
મૈં શાંતિ શાંતિ: શાંતિ
૩૮૦
નમસ્કાર પહોંચે.
મુંબઈ, જેઠ, ૧૯૪૮
પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે.
મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુભક્તિ સમજો. આગળ પણ તે, અને તેવું જ છે, તથાપિ સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે.
કરશો.
‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં બીજાં ઇચ્છિત અધ્યયન વાંચશો; બત્રીસમાની ચોવીશ ગાથા મોઢા આગળની મનન
શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા ઇત્યાદિક સદ્ગુણોથી યોગ્યતા મેળવવી, અને કોઈ વેળા મહાત્માના યોગે, તો ધર્મ મળી રહેશે.
સત્સંગ, સત્શાસ્ત્ર અને સવ્રત એ ઉત્તમ સાધન છે.
૩૮૧
‘સૂયગડાંગસૂત્ર”નો જોગ હોય તો તેનું બીજું અધ્યયન, તથા ઉદકપેઢાળવાળું, અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. તેમ જ ‘ઉત્તરાધ્યયન'માં કેટલાંક વૈરાગ્યાદિક ચરિત્રવાળાં અધ્યયન વાંચતા રહેજો; અને પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો: એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો; માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવાં પુસ્તકો વાંચવા કરતાં જેમાં સત્પુરુષનાં ચરિત્રો અથવા વૈરાગ્યકથા વિશેષ કરીને રહી છે, તેવાં પુસ્તકોનો ભાવ રાખજો.
૩૮૨
જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું; મતમતાંતરનો ત્યાગ કરવો; અને જેથી મતમતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં. અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે.
૩૮૩
મુંબઈ, જેઠ, ૧૯૪૮
વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી.
અત્રે આત્મભાવે સમાધિ છે. ઉદયભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે.