________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૨૯
તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.
બધુંય હરિને આધીન છે.
પત્રપ્રસાદી પ્રાપ્ત થઈ છે.
અત્ર સમાધિ છે.
વિગતથી પત્ર હવે પછી.
નિરુપાયતાને લીધે લખી શકાતો નથી.
܀܀܀܀܀
૩૬૯
܀܀܀܀
390
નમસ્કાર વાંચશો. ભેદ રહિત એવા અમે છીએ.
મુંબઈ, વૈશાખ વદ ૯. શુક્ર, ૧૯૪૮
મુંબઈ, વૈશાખ વદ ૧૧, રવિ, ૧૯૪૮
હૃદયરૂપ શ્રી સુભાગ્ય પ્રત્યે,
અવિચ્છિન્નપણે જેને વિષે આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી .... ના પ્રણામ પહોંચે.
જેને વિષે ઘણા પ્રકારની પ્રવૃત્તિ વર્તે છે, એવા જોગને વિષે હાલ તો રહીએ છીએ. આત્મસ્થિતિ તેને વિષે ઉત્કૃષ્ટપણે વર્તતી જોઈ શ્રી ના ચિત્તને પોતે પોતાથી નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે કરી સમાગમની અને બાહ્ય પ્રવૃત્તિના જોગત્યાગની જેની ચિત્તવૃત્તિ કોઈ પ્રકારે પણ વર્તે છે એવા જે અમે તે અત્યારે તો આટલું લખી અટકીએ છીએ.
શ્રી કલોલવાસી જિજ્ઞાસુ શ્રી કુંવરજી પ્રત્યે,
܀܀܀܀܀
૩૭૧
મુંબઈ, વૈશાખ વદ ૧૩, ભોમ, ૧૯૪૮
નિરંતર જેને અભેદધ્યાન વર્તે છે, એવા શ્રી બોધપુરુષના યથાયોગ્ય વાંચશો.
અત્ર ભાવ પ્રત્યે તો સમાધિ વર્તે છે- અને બાહ્ય પ્રત્યે ઉપાધિજોગ વર્તે છે; તમારાં આવેલાં ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે, અને તે કારણથી પ્રત્યુત્તર લખ્યો નથી.
આ કાળનું વિષમપણું એવું છે કે જેને વિષે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો જીવને વિષેથી લોકભાવના ઓછી થાય; અથવા લય પામે લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહી, અને ત્યાં સુધી લોકસહવાસ તે ભવરૂપ હોય છે.
સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે. એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દેઢભાવે તે ભાવના ઇચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વર્ત્ય કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉન્નતિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે.
ઉપર જણાવી છે જે વાર્તા, તેને વિષે બાધ કરનારા એવા ઘણા પ્રસંગ તમ જીવોને વર્તે છે, એમ જાણીએ છીએ; તથાપિ તે તે બાધ કરનારા પ્રસંગ પ્રત્યે જેમ બને તેમ સદ્ઉપયોગ વિચારી વર્તવાનું ઇચ્છવું, તે અનુક્રમે બને એવું છે. કોઈ પ્રકારે મનને વિષે સંતાપ પામવા યોગ્ય નથી, પુરુષાર્થ જે કંઈ થાય તે કરવાની દૃઢ ઇચ્છા રાખવી યોગ્ય છે; અને પરમ એવું જે બોધસ્વરૂપ છે તેનું જેને ઓળખાણ છે, એવા પુરુષે તો નિરંતર તેમ વર્ત્યાના પુરુષાર્થને વિષે મુઝાવું યોગ્ય નથી.