________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૨૭
જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે, જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે.
એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં. અત્ર સમાધિ છે.
393
સમાધિરૂપ.
મુંબઈ, વૈશાખ સુદ ૫, રવિ, ૧૯૪૮
હાલ તો અનુક્રમે ઉપાધિયોગ વિશેષ વર્યાં કરે છે.
વધારે શું લખવું ? વ્યવહારના પ્રસંગમાં ધીરજ રાખવી યોગ્ય છે. એ વાત વિસર્જન નહીં થતી હોય, એમ ધારણા રહ્યા કરે છે.
અનંતકાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું, એવો જેને નિશ્ચય છે, તેને તેમ હોય છે, એમ અમે જાણીએ છીએ.
વનને વિષે ઉદાસીનપણે સ્થિત એવા જે યોગીઓ - તીર્થંકરાદિક - તેનું આત્મત્વ સાંભરે છે.
હૃદયરૂપ શ્રી સુભાગ્ય.
અત્ર સમાધિ છે. બાહ્યોપાધિ છે.
܀܀܀܀܀
૩૬૪
મુંબઈ, વૈશાખ સુદ ૯, ગુરુ, ૧૯૪૮
કંઈ હાલ જ્ઞાનવાર્તા લખવાનો વ્યવસાય ઓછો રાખ્યો છે, તેને પ્રકાશિત કરશો.
આજે પડ્યું પહોંચ્યું છે,
૩૬૫
મુંબઈ, વૈશાખ સુદ ૧૧, શનિ, ૧૯૪૮
વ્યવસાય વિશેષ રહે છે.
“પ્રાણવિનિમય” નામનું મેમેરિઝમનું પુસ્તક વાંચવામાં આગળ આવી ગયું છે; એમાં જણાવેલી વાત કંઈ મોટી આશ્ચર્યકારક નથી; તથાપિ એમાં કેટલીક વાત અનુભવ કરતાં અનુમાનથી લખી છે. તેમાં કેટલીક અસંભવિતતા છે.
જેને આત્મત્વ પ્રત્યે ધ્યેયતા નથી, એને એ વાત ઉપયોગી છે; અમને તો તે પ્રત્યે કંઈ લક્ષ આપી સમજાવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ ચિત્ત એવા વિષયને ઇચ્છતું નથી.
અત્ર સમાધિ છે. બાહ્ય પ્રતિબદ્ધતા વર્તે છે.
ને વચ્ચેનો
܀܀܀܀܀
૩૬૬
સત્સ્વરૂપપૂર્વક નમસ્કાર.
મુંબઈ, વૈશાખ સુદ ૧૨, રવિ, ૧૯૪૮
હૃદયરૂપ શ્રી સુભાગ્ય,
મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, એવી જે દશા તેને વિષે વિકટ ઉપાધિજોગનો ઉદય એ આશ્ચર્યકારક છે; હાલમાં તો થોડી ક્ષણની નિવૃત્તિ માંડ રહે છે, અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી, અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય