________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૫ મું
૩૫
સમયે ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે; અને જે કોઈ પણ પ્રકારે વર્તાય છે, તેનું કારણ પૂર્વે નિબંધન કરવામાં આવેલો એ ઉદય છે. તે ઉદયને વિષે પ્રીતિ પણ નથી, અને અપ્રીતિ પણ નથી. સમતા છે; કરવા યોગ્ય પણ એમ જ છે. પત્ર લક્ષમાં છે.
૩૫૪
થાયોગ્ય.
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, રવિ, ૧૯૪૮
સમકિતની ફરસના થઈ ક્યારે ગણાય ? કેવી દશા વર્તતી હોય ? એ વિષેનો અનુભવ કરીને લખશો.
સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે.
܀܀܀܀܀
૩૫૫
સમ્યકૃત્વ ફરસવા સંબંધમાં વિશેષપણે લખવાનું બને તો કરશો.
લખેલો ઉત્તર સત્ય છે.
પ્રતિબંધપણું દુઃખદાયક છે, એ જ વિજ્ઞાપન.
મુંબઈ, ચૈત્ર વદ ૧, બુધ, ૧૯૪૮
સ્વરૂપસ્થ યથાયોગ્ય.
મુંબઈ, ચૈત્ર વદિ ૧, બુધ, ૧૯૪૮
૩૫૬
આત્મસમાધિપૂર્વક યોગઉપાધિ રહ્યા કરે છે; જે પ્રતિબંધને લીધે હાલ તો કંઈ ઇચ્છિત કરી શકાતું નથી. આવા જ હેતુએ કરીને શ્રી ઋષભાદિ જ્ઞાનીઓએ શરીરાદિ પ્રવર્તનાના ભાનનો પણ ત્યાગ કર્યો હતો.
܀܀܀܀܀
૩૫૭
સમસ્થિતભાવ.
મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૪૮
હૃદયરૂપ શ્રી સુભાગ્ય,
તમારાં વિગતવાળાં એક પછી એક એમ ઘણાં પત્રો મળ્યા કરે છે કે જેમાં પ્રસંગોપાત્ત શીતળ એવી જ્ઞાનવાતાં પણ આવ્યા કરે છે. પણ ખેદ થાય છે કે, તે વિષે ઘણું કરીને અધિક લખવાનું અમારાથી બની શકતું નથી. સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાધિયોગનો જે હ્રદય તે પણ વૈદવા વિના ઉપાય નથી, ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સત્શાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થનાં નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે.
૩૫૮
મુંબઈ, ચૈત્ર વદ ૫, રવિ, ૧૯૪૮
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો
નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક્દર્શન થાય છે.