________________
૩૨૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
લખેલાં પ્રશ્નો ઘણાં ઉત્તમ છે, જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઊગવા યોગ્ય છે. તે પ્રશ્નોના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે.
જે જ્ઞાને કરીને ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ તે જ્ઞાન, સ્વરૂપે તો અત્યંત સુગમ છે, એમ જાણીએ છીએ. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે, તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે; અને એ પ્રાપ્ત થવાનાં જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળ્યે મોક્ષ હોય છે.
૩૪૧
પ્રણામ.
મુંબઈ, ફાગણ વદ ૪, ગુરુ, ૧૯૪૮
અહીંથી ગઈ કાલે પત્ર ૧ લખ્યું છે તે વાંચી ચિત્તને વિષે અવિક્ષેપપણે રહેજો, સમાધિ રાખજો, તે વાર્તા ચિત્તમાં નિવૃત્ત કરવાને અર્થે આપને લખી છે, જેમાં તે જીવની અનુકંપા સિવાય બીજો હેતુ નથી.
અમને તો ગમે તેમ હો તોપણ સમાધિ જ રાખ્યા કરવાની દેતા રહે છે. પોતાને જે કાંઈ આપત્તિ, વિટંબના, મુઝવણ કે એવું કાંઈ આવી પડે તેને માટે કોઈ પ્રત્યે દોષનું આરોપણ કરવાની ઇચ્છા થતી નથી. તેમ પરમાર્થદૃષ્ટિએ જોતાં તે જીવનો દોષ છે. વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં નહીં જેવો છે, અને જીવની જ્યાં સુધી વ્યાવહારિક દૃષ્ટિ હોય છે ત્યાં સુધી પારમાર્થિક દોષનો ખ્યાલ આવવો બહુ દુષ્કર છે.
આપના આજના પત્રને વિશેષ કરીને વાંચ્યું છે. તે પહેલાંનાં પત્રોની પણ ઘણીખરી પ્રશ્નચર્ચા વગેરે ધ્યાનમાં છે. જો બનશે તો રવિવારે તે વિષે ટૂંકામાં કેટલુંક લખીશ.
બે
મોક્ષનાં બે મુખ્ય કારણ જે તમે લખ્યાં છે, તે તેમ જ છે. તે વિષે પછી વિશેષ લખીશ.
܀܀܀܀܀
૩૪૨
મુંબઈ, ફાગણ વદ ૬, શનિ, ૧૯૪૮
અત્ર ભાવસમાધિ તો છે. લખો છો તે સત્ય છે, પણ એવી દ્રવ્યસમાધિ આવવાને માટે પૂર્વકર્મ નિવૃત્ત થવા દેવાં યોગ્ય છે.
દુમકાળનું મોટામાં મોટું ચિહ્ન શું ? અથવા દુષમકાળ કર્યો કહેવાય ? અથવા કયાં મુખ્ય લક્ષણે તે ઓળખી શકાય ? એ જ વિજ્ઞાપન.
લિ બોધબીજ.
ત્ર સમાધિ છે.
જે સમાધિ છે તે કેટલેક અંશે છે.
અને જે છે તે ભાવસમાધિ છે.
܀܀܀
૩૪૩
મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૪૮
܀܀܀܀܀
૩૪૪
મુંબઈ, ફાગણ વદ ૧૦, બુધ, ૧૯૪૮
ઉપાધિ હ્રદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે.
અત્યારે તો પરમપ્રેમે નમસ્કાર પહોંચે.
܀܀܀܀܀