________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૮૬
ૐ સત્
303
વવાણિયા, આસો સુદ, ૧૯૪૭
પરમ પૂજ્ય શ્રી સુભાગ્ય.
“હમ પરદેશી પંખી સાધુ, આ રે દેશકે નાહીં રે,-
એક પ્રશ્ન સિવાય બાકીના પ્રશ્નોનો ઉત્તર ચાહીને લખી શક્યો નથી.
‘કાળ’ શું ખાય છે ? તેનો ત્રણ પ્રકારે ઉત્તર લખું છું.
સામાન્ય ઉપદેશમાં કાળ શું ખાય છે તેનો ઉત્તર એ છે કે, ‘તે પ્રાણીમાત્રનું આયુષ્ય ખાય છે.'
વ્યવહારનયથી કાળ 'જૂનું' ખાય છે.
નિશ્ચયનયથી કાળ માત્ર પદાર્થને રૂપાંતર આપે છે, પર્યાયાંતર કરે છે.
છેલ્લા બે ઉત્તર વધારે વિચારવાથી બંધ બેસી શકશે. "વ્યવહારનયથી કાળ જૂનું' ખાય છે” એમ જે લખ્યું છે તે વળી નીચે વિશેષ સ્પષ્ટ કર્યું છેઃ-
“કાળ ‘જૂનું’ ખાય છે” :- ‘જૂનું’ એટલે શું ? એક સમય જે ચીજને ઉત્પન્ન થયાં થઈ, બીજો સમય વર્તે છે, તે ચીજ જુની ગણાય છે. (જ્ઞાનીની અપેક્ષાથી) તે ચીજને ત્રીજે સમયે, ચોધે સમયે એમ સંખ્યાત, અસંખ્યાત સમયે, અનંત સમયે કાળ બદલાવ્યા જ કરે છે. બીજા સમયમાં તે જેવી હૅય, તેવી ત્રીજા સમયમાં ન હોય, એટલે કે બીજા સમયમાં પદાર્થનું જે સ્વરૂપ હતું, તે ખાઈ જઈ ત્રીજે સમયે કાળે પદાર્થને બીજું રૂપ આપ્યું, અર્થાત જૂનું તે ખાઈ ગયો. પહેલે સમયે પદાર્થ ઉત્પન્ન થયો અને તે જ વેળા કાળ તેને ખાઈ જાય એમ વ્યવહારનયથી બને નહીં પહેલે સમયે પદાર્થનું નવાપણું ગણાય, પણ તે વેળા કાળ તેને ખાઈ જતો નથી, બીજે સમયે બદલાવે છે, માટે જૂનાપણાને તે ખાય છે, તેમ કહ્યું છે.
નિશ્ચયનયી પદાર્થ માત્ર રૂપાંતર જ પામે છે, કોઈ પણ પદાર્થ” કોઈ પણ કાળમાં કેવળ નાશ પામે જ નહીં, એવો સિદ્ધાંત છે; અને જો પદાર્થ કેવળ નાશ પામતો હોત, તો આજ કંઈ પણ હોત નહીં. માટે કાળ ખાતો નથી, પણ રૂપાંતર કરે છે એમ કહ્યું છે. ત્રણ પ્રકારના ઉત્તરમાં પહેલો ઉત્તર ‘સર્વને’ સમજવો સુલભ છે.
અત્ર પણ દશાના પ્રમાણમાં બાહ્ય ઉપાધિ વિશેષ છે. આપે કેટલાંક વ્યાવહારિક (જોકે શાસ્ત્ર-સંબંધી) પ્રશ્નો આ વેળા લખ્યાં હતાં, પણ ચિત્ત તેવું વાંચવામાં પણ હાલ પૂરું રહેતું નથી, એટલે ઉત્તર શી રીતે લખી શકાય ?
૨૮૭
વવાણિયા, આસો વદ ૧. રવિ, ૧૯૪૭
પૂર્વાપર અવિરુદ્ધ એવું જે ભગવતસંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઇચ્છા નથી, ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે જાણો છો.
અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. તમે પણ જેઓ અમને જાણે છે, તે સિવાય અધિકને નામ, ઠામ, ગામથી અમને જણાવશો નહીં.
એકથી અનંત છે. અનંત છે તે એક છે.
܀܀܀܀܀
૨૮૮
આદિપુરુષ રમત માંડીને બેઠો છે.
વવાણિયા, આસો વદ ૫, ૧૯૪૭
નવા જૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં
છે ? નહીં તો બધુંય નવું છે, અને બંધુય જીર્ણ છે.