________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૨૯૯
૨૩૯
વવાણિયા, ભાદ્રપદ વદિ ૩, સોમ, ૧૯૪૭
ઈશ્વરેચ્છા હશે તો પ્રવૃત્તિ થશે; અને તેને સુખદાયક માની લઈશું, પણ મન મેલાપી સત્સંગ વિના કાલક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હરિની ઇચ્છા આગળ દીન છીએ. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે.
૨૭૦
ૐ સત્
વવાણિયા, ભા. વદ ૪, ભોમ, ૧૯૪૩
જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ.
શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે.
૨૭૧
ૐ સત
વવાણિયા, ભા. વદ ૪, ભોમ, ૧૯૪૭
શ્રીમાન્ પુરુષોત્તમની અનન્ય ભક્તિને અવિચ્છિન્ન ઇચ્છું છું.
એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે- તે કર્યો ? અને કેવા પ્રકારે ? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે.
܀܀܀܀܀
૨૭૨
લિ સત્તમાં અભેદ
વવાણિયા, ભાદ્રપદ વદ ૪, ભોમ, ૧૯૪૭
જે મહત પુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિઃસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષુએ કેવી દૃષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે.
લિત અપ્રગટ સત્
܀܀܀܀܀
૨૭૩
વાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭
વિગત લખી તે જાણી, ધીરજ રાખવી અને હરિઇચ્છા સુખદાયક માનવી એટલું જ આપણે તો કર્તવ્યરૂપ છે, કળિયુગમાં અપાર કષ્ટ કરી સત્પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝતા તેને નમસ્કાર,
܀܀܀܀܀
૨૭૪
વવાણિયા, ભાદ્રપદ વદ ૫, બુધ, ૧૯૪૭
'સત્' હાલ તો કેવળ અપ્રગટ રહ્યું દેખાય છે. જુદી જુદી ચેષ્ટાએ તે હાલ પ્રગટ જેવું માનવામાં આવે છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી.
જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઈ કાળે જડ ન થાય; તેમ ‘સત્’ કોઈ કાળે ‘સત્’ સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુઝાઈ જીવ પોતાની કલ્પનાએ ‘સત્’ કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે.
જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.