SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૨૪ મું ૨૯૫ ૨૬૩ રાળજ, ભાદરવા સુદ ૮, શુક્ર, ૧૯૪૭ વિયોગથી થયેલા તાપ વિષેનું તમારું એક પત્ર ચારેક દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. તેમાં દર્શાવેલી ઇચ્છા વિષે ટૂંકા શબ્દોમાં જણાવવા જેટલો વખત છે, તે એ કે તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે ? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ? મન, વચન, કાયાથી તમારો કોઈ પણ દોષ થયો હોય, તો દીનતાપૂર્વક ક્ષમા માગું છું. ઈશ્વર કૃપા કરે તેને કળિયુગમાં એ પદાર્થની પ્રાપ્તિ થાય. મહા વિકટ છે. આવતી કાલે અહીંથી રવાના થઈ વવાણિયા ભણી જવું ધાર્યું છે. ܀܀܀܀܀ હૈ પ્રભુ ! હૈ પ્રભુ ! શું ૨૬૪ (દોહરા) કહું, દીનાનાથ દયાળ; રાળજ, ભાદરવા સુદ ૮, ૧૯૪૭ હું તો છું દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ નુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દે ને પરમાદર નાહીં. ૩ જોંગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ, ૪ “હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અર્ચિત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એક સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ. નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન ૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ, ૧૨ ht Audio
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy