________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
અસંગતા જ વર્તે છે. અમારો ઉપાધિયોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે.
૬૯
આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કંઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો.
૨૧૩
પુરાણપુરુષને નમોનમઃ
મુંબઈ, ફાગણ સુદ ૪, શનિ, ૧૯૪૭
આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાર્દિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સત્પુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ એવી કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે; એવા સત્પુરુષને અમે ફરી ફરી સ્તવીએ છીએ.
એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સત્પુરુષનાં અંતકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.
હે પરમાત્મા ! અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય. તેમ છતાં જૈન ગ્રંથોમાં ક્વચિત્ પ્રતિપાદન થયું છે તે પ્રમાણે આ કાળે મોક્ષ ન હોય; તો આ ક્ષેત્રે એ પ્રતિપાદન તું રાખ, અને અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ.
હે પુરુષપુરાણ ! અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ ?
હે નાથ ! તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ સ્નવીએ છીએ; જગત આખું તને વે છે; તો પછી અમે એક તારા સામા બેઠા રહીશું તેમાં તેમને ક્યાં સ્તવનની આકાંક્ષા છે; અને ક્યાં તને ન્યૂનપણું પણ છે ?