________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૪ મું
૫૫
ન જાય. ત્યારે પ્રશ્ન કર્યું કે જંબુ, સુધર્માસ્વામી ઇત્યાદિક કેમ ગયા ? એ પણ આ જ કાળ હતો, એટલે ફરી વળી સામો પુરુષ વિચારીને બોલ્યો આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો આ ક્ષેત્રેથી મોક્ષ ન જાય. ત્યારે પ્રશ્ન કર્યુ કે, કોઈનું મિથ્યાત્વ જતું હશે કે નહીં ? ઉત્તર આપ્યો, હા જાય. ત્યારે ફરી કહ્યું કે, જો મિથ્યાત્વ જાય તો મિથ્યાત્વ જવાથી મોક્ષ થયો કહેવાય કે નહીં ? ત્યારે તેણે હા કહી કે એમ તો થાય. ત્યારે કહ્યું: એમ નહીં પણ એમ હશે કે આ કાળમાં કોઈ આ કાળનો જન્મેલો સર્વ કર્મથી ન મુકાય.
આમાં પણ ઘણા ભેદ છે; પરંતુ આટલા સુધી કદાપિ સાધારણ સ્યાદ્વાદ માનીએ તો એ જૈનનાં શાસ્ત્ર માટે ખુલાસો થયો ગણાય. વેદાંતાદિક તો આ કાળમાં સર્વથા સર્વ કર્મથી મુકાવા માટે જણાવે છે. માટે હજુ પણ આગળ જવાનું છે. ત્યાર પછી વાક્યસિદ્ધિ થાય. આમ વાક્ય બોલવાની અપેક્ષા રાખવી એ ખરું. પરંતુ જ્ઞાન ઊપજ્યા વિના એ અપેક્ષા સ્મૃત થાય એમ બનવું સંભવિત નથી. કાં તો સત્પુરુષની કૃપાથી સિદ્ધિ થાય.
અત્યારે એ જ. થોડું લખ્યું ઘણું કરી જાણજો; ઉપર લખી માથાકૂટે લખવી પસંદ નથી. સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું છે; પરંતુ અહીં તો અમૃતની સચોડી નાળિયેરી છે. ત્યાં આ ક્યાંથી પસંદ આવે ? નાપસંદ પણ કરાય નહીં.
છેવટે આજે, કાલે અને બધેય વખતે આ જ કહેવું છે કે, આનો સંગ થયા પછી સર્વ પ્રકારે નિર્ભય રહેતાં શીખવું. આપને આ વાક્ય કેમ લાગે છે ?
સુજ્ઞ ભાઈ છોટાલાલ.
܀܀܀܀܀
૧૮૧
વિ૦ રાયચંદ
મુંબઈ, માગશર સુદ ૯, શનિ, ૧૯૪૭
રહીશ.
ભાઈ ત્રિભોવનનું અને તમારું પત્ર મળ્યું. તેમ જ ભાઈ અંબાલાલનું પત્ર મળ્યું.
હમણાં તો તમારું લખેલું વાંચવાની ઇચ્છા રાખું છું. કોઈ પ્રસંગે પ્રવૃત્તિ (આત્માની) થશે તો હું પણ લખતો
તમે જે વેળા સમતામાં હો, તે વેળા તમારી અંતરની ઊર્મિઓ લખશો,
અહીં ત્રણે કાળ સરખા છે. બેઠેલા વ્યવહાર પ્રત્યે અસમતા નથી; અને ત્યાગવાની ઇચ્છા રાખી છે; પણ પૂર્વ પ્રકૃતિને ટાળ્યા વિના છૂટકો નથી,
કાળની દુષમતા .........થી આ પ્રવૃત્તિમાર્ગ ઘણા જીવોને સતનું દર્શન કરતાં અટકાવે છે. તમને બધાને ભલામણ છે કે આ આત્મા સંબંધે બીજા પ્રત્યે કંઈ વાતચીત કરવી નહીં.
܀܀܀܀܀
૧૮૨
વિ રાયચંદ
મુંબઈ, માગશર સુદ ૧૩, બુધ, ૧૯૪૭
આપનું કૃપાપત્ર ગઈ કાલે મલ્યું. વાંચી પરમ સંતોષ પ્રાપ્ત થયો.
આપ હૃદયના જે જે ઉદ્ગાર દર્શાવો છો; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળાં થઈ ગયાં છે. કોઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દૃઢ ઇચ્છાવાનું રહ્યું સંભવે છે. અથવા કોઈકને જ તે ઇચ્છા સત્પુરુષનાં ચરણસેવન વર્ડ પ્રાપ્ત થાય તેવું છે.