________________
૨૫૦
http://www.ShrimadRajchandra.org
અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશો.
શ્રીમદ્ રાજચંદ્ર
ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષેપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; પકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પર્તિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે.
દશપૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તો ઘણુંય કહ્યું હતું; પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી.
કહેવાતા આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે.
એ જ વિનંતિ.
સુજ્ઞ ભાઈ શ્રી અંબાલાલ ઇ
ખંભાત.
વિત આ રાયચંદ
܀܀܀܀܀
૧૭૧
મુંબઈ, કારતક સુદ ૧૪. બુધ, ૧૯૪૭
શ્રી મુનિનું આ સાથે પત્ર બીડ્યું છે. તે તેમને સંપ્રાપ્ત કરશો,
નિરંતર એક જ શ્રેણી વર્તે છે. હરિકૃપા પૂર્ણ છે.
ત્રિભોવને વર્ણવેલી એક પત્રની દશા સ્મરણમાં છે. ફરી ફરી એનો ઉત્તર મુનિના પત્રમાં જણાવ્યો છે તે જ આવે છે. પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે, એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વીસર્યા એમ સમજી લેજો. આ એક ભવિષ્ય કાળે સ્મરણ કરવાનું કથન છે.
સત્ શ્રદ્ધા પામીને
જે કોઈ તમને ધર્મ નિમિત્તે ઇચ્છે
તેનો સંગ રાખો.
સજિજ્ઞાસુ-માર્ગાનુસારી મતિ,
ખંભાત.
વિ રાયચંદના થ
૧૭૨
મોહમયી, કાર્તિક સુદિ ૧૪, બુધ, ૧૯૪૭
ગઈ કાલે પરમભક્તિને સૂચવનારું આપનું પત્ર મળ્યું. આહ્લાદની વિશેષતા થઈ.
અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય ?
નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવી; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું: સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું;
૧. સાથેનો પત્ર નં. ૧૭ર.