________________
૨૪૦
પાન
૨૩
પાન ૨૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
બધુંય હરિરૂપ જ છે. તેમાં વળી ભેદ શો ?
ભેદ છે જ નહીં.
સર્વ આનંદરૂપ જ છે.
બ્રાહ્મી સ્થિતિ.
સ્થાપિતો બ્રહ્મવાદો
સર્વ વેદાંતગોચર
આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે.
એવો અમારો દૃઢ નિશ્ચય છે.
એમાં કંઈ ભેદ નથી; જે છે તે સર્વ બ્રહ્મ જ છે.
સર્વત્ર બ્રહ્મ છે; સર્વરૂપ બ્રહ્મા છે. તે સિવાય કંઈ નથી.
જીવ બ્રહ્મ છે. જડ
બ્રહ્મા બ્રહ્મ છે.
ૐ
બ્રહ્મ છે. હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે.
બ્રહ્મ છે. વાણી બ્રહ્મ છે. ગુણ બ્રહ્મ છે. સત્ત્વ બ્રહ્મ છે. રજો બ્રહ્મ છે. તમો બ્રહ્મ છે, પંચભૂત બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મ છે. જળ પણ બ્રહ્મ છે. પૃથ્વી પણ બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે. મનુષ્ય બ્રહ્મ છે. તિર્યચ બ્રહ્મ છે. નરક બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. અન્ય નથી.
܀܀܀܀܀
કાળ બ્રહ્મ છે. કર્મ બ્રહ્મ છે. સ્વભાવ બ્રહ્મ છે. નિયતિ બ્રહ્મ છે.
જ્ઞાન બ્રહ્મ છે. ધ્યાન બ્રહ્મ છે. જપ બ્રહ્મ છે. તપ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે.
નામ બ્રહ્મ છે. રૂપ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. સ્પર્શ બ્રહ્મ છે. રસ બ્રહ્મ છે. ગંધ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે.
ઊંચે, નીચે, નીરછે સર્વ બ્રહ્મ છે.
એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે.
બ્રહ્મ એક છે, અનેક ભાસે છે.
પાન
૨૫
પાન
૨૬
સર્વ બ્રહ્મ છે.
સર્વ બ્રહ્મ છે.
સર્વ બ્રહ્મ છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.
સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં.
હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ એમાં સંશય નહીં.
અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ એમાં સંશય નહીં.
એમ ન જાણે તે પણ બ્રહ્મ એમાં સંશય નહીં.
જીવ બ્રહ્મ છે. એમાં સંશય નહીં.
જડ બ્રહ્મ છે. એમાં સંશય નહીં.
બ્રહ્મ જીવરૂપે થયેલ છે એમાં સંશય નહીં.
}}}}}}