________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩ મ
૧૫૭ સ
૨૩૭
તે શ્રીમાન પુરુષોત્તમ, સત-ચિત-આનંદરૂપે સર્વત્ર ભરપૂર છે. મૂર્તિમાન ! (ગુરુગમ) સ્વરૂપ અક્ષરધામમાં બિરાજે છે. અમે તે મૂર્તિમાન સ્વરૂપને શું વર્ણવીએ ? એ સ્વરૂપ વિચારતાં, સંભારતાં અમને તો પરમ સમાધિ આવે છે. અહો તે સ્વરૂપ ! અહો તે સ્વરૂપ ! અહો અમારું મહાભાગ્ય કે આ જન્મને વિષે અમને તેની ભક્તિની દૃઢ રુચિ થઈ !
૧૫૮
સત્
શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં, ત્રણે એકરૂપ જ છે.
આ સમસ્ત વિશ્વ ભગવપ જ છે. તે ભગવત જ સ્વૈચ્છાએ જગદાકાર થયા છે.
ત્રણે કાળમાં ભગવત્ ભગવત્ સ્વરૂપ જ છે. વિશ્વાકાર થતાં છતાં નિર્બાધ જ છે. જેમ સર્પ કુંડલાકાર થાય તેથી કોઈ પણ પ્રકારના વિકારને પામતો નથી, અને સ્વરૂપથી ચ્યુત થતો નથી, તેમ શ્રી હરિ જગદાકાર થયા છતાં સ્વરૂપમાં જ છે.
અમારો અને સર્વ જ્ઞાનીઓનો નિશ્ચય છે કે, અનંત સ્વરૂપે એક તે ભગવત જ છે.
અનંતકાળ પહેલાં આ સમસ્ત વિશ્વ તે શ્રીમાન ભગવતથી જ ઉત્પન્ન થયું હતું; અનંતકાળે લય થઈ તે ભગવત્કૃપ જ થશે.
ચિત્ અને આનંદ એ બે ‘પદાર્થ’ જડને વિષે ભગવતે તિરોભાવે કર્યાં છે. જીવને વિષે એક આનંદ જ તિરોભાવે કરેલ છે. સ્વરૂપે તો સર્વ સત-ચિત્ આનંદ રૂપ જ છે. સ્વરૂપલીલા ભજવાને અર્થે ભગવતની આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિઓ પ્રચરે છે.
એ જડ કે જીવ ક્યાંય બીજેથી આવ્યા નથી. તેની ઉત્પત્તિ શ્રીમાન હરિથી જ છે. તેના તે અંશ જ છે; બ્રહ્મરૂપ જ છે; ભગવરૂપ જ છે.
સર્વ આ જે કંઈ પ્રવર્તે છે તે શ્રીમાન હરિથી જ પ્રવર્તે છે. સર્વ તે છે. સર્વ તે જ રૂપ છે. ભિન્નભાવ અને ભેદાભેદનો અવકાશ જ નથી; તેમ છે જ નહીં. ઈશ્વરેચ્છાથી તેમ ભાસ્યું છે; અને તે તે(શ્રીમાન હર)ને જ ભાસ્યું છે; અર્થાત તું તે જ છો. તવાંસ’
આનંદનો અંશ આવિર્ભાવ હોવાથી જીવ તે શોધે છે; અને તેથી જેમાં ચિત્ અને આનંદ એ બે અંશો નિરોણાવે કર્યાં છે એવા જડમાં શોધવાના ભ્રમમાં પડ્યો છે; પણ તે આનંદસ્વરૂપ નો ભગવતમાં જ પ્રાપ્ત થવાનું છે. જે પ્રાપ્ત થયે, આવો અખંડ બોધ થયે, આ સમસ્ત વિશ્વ બ્રહ્મરૂપ જ ભગવરૂપ જ ભાસશે, એમ છે જ. એમ અમારો નિશ્વય અનુભવ છે જ.
જ્યારે આ સમસ્ત વિશ્વ ભગવસ્વરૂપ લાગશે ત્યારે જીવભાવ મટી જઈ સત-ચિત-આનંદ એવું બ્રહ્મસ્વરૂપ પ્રાપ્ત થશે. ‘સહં બ્રહ્માસ્મિ'.
[અપૂર્ણ]
૧૫૯
તે અચિંત્યમૂર્તિ હરિને નમસ્કાર
પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણકમળની અનન્ય ભક્તિ
અમો ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે શી