________________
૨૩૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
છે, તે માટે ક્ષમા કરશો. ઇવ જેમ યોગ્ય લાગે તેમ કરી આત્મનિવૃત્તિ કરશો. અત્યારે એ જ.
વિ0 રાયચંદના યથા૦
૧૪૬
વવાણિયા, આસો સુદ ૫, શનિ, ૧૯૪૬
ઊંચનીચનો અંતર નથી. સમજ્યા તે પામ્યા સદગતિ.
તીર્થંકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો રાગ
તમને બધાને હિતકારક કેમ થશે ?
લખનાર અવ્યક્તદશા
܀܀
૧૪૭
વાણિયા, આસો સુદ ૬, રવિ, ૧૯૪૬
સુજ્ઞ ભાઈ ખીમજી,
આજ્ઞા પ્રત્યે અનુગ્રહ દર્શાવનારું સંતોષપ્રદ પત્ર મળ્યું.
આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ
અસુલભ છે.
એને માટે તમે શું ઉપાય કરશો ? અથવા ધાર્યો છે ? અધિક શું ? અત્યારે આટલુંય ઘણું છે.
܀܀܀܀܀
૧૪૮
વિ રાયચંદના યથા
વાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬
પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લક્ષમ્યાદિકની વિચિત્રા દશા વર્ણવી છે તે એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પોતે કોઈ પૂર્વના સ્મરણને પામશે તો ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે. વિગતપૂર્વક પત્ર લખી શકું એવી દશા રહેતી નથી.
વિશ્વ રાયચંદના યથોચિત
܀܀
ધર્મધ્યાન, વિદ્યાભ્યાસ ઇત્યાદિની વૃદ્ધિ કરશો.
૧૪૯
વવાણિયા, આસો સુદ ૧૦, ગુરુ, ૧૯૪૬
૧૫૦
થવાણિયા, આસો, ૧૯૪૬
મોતનું ઔષધ હું આ તને દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં.
તને કોણ પ્રિય છે ? મને ઓળખનાર,
આમ કાં કરો ? હજુ વાર છે. શું થનાર છે તે ?
હૈ કર્મ ! તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પણ મુકાવીશ નહીં.
ત્રણ પ્રકારનાં વીર્ય પ્રણીત કર્યાં:-
૧૫૧
આસો, ૧૯૪૬
(૧) મહાવીર્ય.
(ર) મધ્યકીય
(૩) અલ્બીય
ત્રણ પ્રકારે મહાવીર્ય પ્રીત કર્યુંઃ- (૧) સાયિક
(ર) રાજસી.
(૩) તામસી.