________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૩ મું
૨૨૩
વિટંબનદશામાં જ જીવન વ્યતીત કર્યો જાય છે. જો કે તે વિટંબનદશા પણ કલ્યાણકારક જ છે; તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે.
અંતઃકરણથી ઊગેલી અનેક ઊર્મિઓ તમને ઘણી વાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઇચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઊર્મિઓ જાણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો,
૧. આત્મા છે.
ર. તે બંધાયો છે.
૩. તે કર્મનો કર્તા છે.
૪. તે કર્મનો ભોક્તા છે.
૫. મોક્ષનો ઉપાય છે.
૬. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો.
બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતાં પોતાની અનુગ્રહતા ઇચ્છનાર જય પામતો નથી; એમ પ્રાયે થાય છે, માટે ઇચ્છું છું કે તમે સ્વાત્માના અનુગ્રહમાં દૃષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો; અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો.
ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મિંજા છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિયો છે, ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ જેનો વિહાર છે, ધર્મ જ જેનો નિહાર [!] છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ જેનો સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે. એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યોહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઇચ્છતા ? ઇચ્છીએ છીએ તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા,
આત્મભાવની વૃદ્ધિ કરજો; અને દેભાવને ઘટાડજો.
વિશ્વ રાયચંદના યોચિત,
܀܀܀܀܀
૧૩૧
જેતપર (મોરબી), પ્ર.ભા. વદ ૫, બુધ, ૧૯૪૬
ધર્મેચ્છક ભાઈઓ,
ભગવતીસૂત્રના પાઠ' સંબંધમાં બન્નેના અર્થ મને તો ઠીક જ લાગે છે. બાળજીવોની અપેક્ષાએ ટબાના લેખકે ભરેલો અર્થ હિતકારક છે; મુમુક્ષુને માટે તમે કલ્પેલો અર્થ હિતકારક છે; સંતોને માટે બન્ને હિતકારક છે; જ્ઞાનમાં મનુષ્યો પ્રયત્ન કરે એટલા માટે એ સ્થળે પ્રત્યાખ્યાનને પ્રત્યાખ્યાન કહેવાની અપેક્ષા છે. યથાયોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જો ન થઈ હોય તો જે પ્રત્યાખ્યાન કર્યા હોય તે દેવાદિક ગતિ આપી સંસારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુઃપ્રત્યાખ્યાન કહ્યા; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાનો હેતુ તીર્થંકર દેવનો છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઈએ છે.
૧. શ્રી ભગવતીસૂત્ર, શતક છે, ઉદ્દેશક બીજો.
વિશ્વ રાયચંદના યોચિત.