________________
૧૮૦
http://www.ShrimadRajchandra.org
૩ કોઈની થાપણ ઓળવવી
૪ વ્યસનનું સેવવું
૫ મિથ્યા આળનું મૂકવું
૬ ખો લેખ કરવા
૭ હિસાબમાં ચૂકવવું
શ્રીમદ્ રાજચંદ્ર
૯ નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો
૧૦ ન્યૂનાધિક તોળી આપવું
૧૧ એકને બદલે બીજું અથવા મિશ્ર કરીને આપવું
૧૨ કર્માદાની ધંધો
૧૩ લાંચ કે અદત્તાદાન
૮ જુલમી ભાવ કહેવો
- એ વાટેથી કંઈ રળવું નહીં.
એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે કહી ગયો.
૪૯
સત્પુરુષોને નમસ્કાર
[અપૂર્ણ]
વવાણિયા, માહ વદ ૭, શુક્ર, ૧૯૪૫
ગઈ કાલે સવારે તમારો પત્ર મળ્યો. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તો એમ થયું એ કંઈ વિશેષ કામ ન હતું.
આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને આધીન થઈ, તે સર્વેના મનનું સમાધાન કરી, આ સંગતને ઇચ્છો અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મતત્ત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો. તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશો. ધર્મધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે.
આ પત્ર જુઠાભાઈને તુરંત આપો.
܀܀܀܀܀
૫૦
વિત રાયચંદના પ્રણામ વાંચશો,
વાણિયા, મહા વદ ૩, ૬, ૧૯૪૫
સુજ્ઞ
સત્પુરુષોને નમસ્કાર
{ }}}} =
વૈરાગ્ય ભણીના મારા આત્મવર્તન વિષે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખું ? અને તેને માટે તમને પ્રમાણ શું આપી શકીશ ? તોપણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું [તત્ત્વ ?] સમ્મત કરીએ, કે ઉદય આવેલાં પ્રાચીન કર્મો ભોગવવાં; નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે; પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્યપ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી.
આંતર-પ્રવૃત્તિ ગમે તેટલી નીરાગશ્રેણિ ભણી વળતી હોય પણ બાહ્યને આધીન હજી બહુ વર્તવું પડે એ દેખીતું છે. - બોલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં અને કાંઈ પણ કામ કરતાં લૌકિક શ્રેણિને અનુસરીને ચાલવું પડે; જો એમ ન થઈ શકે તો લોક કુતર્કમાં જ જાય, એમ મને સંભવે છે. તો પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે.
તમારા સઘળાઓનું માનવું મારી (વૈરાગ્યમયી) વર્તનાને માટે કંઈ વાંધાભરેલું છે, તેમ જ કોઈનું માનવું મારી તે શ્રેણિ માટે શંકાભરેલું પણ હોય, એટલે તમે ઇત્યાદિ વૈરાગ્યમાં જતો અટકાવવા પ્રયત્ન કરો અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં, એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે, એથી મારું માન્ય એમ જ છે, કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાયે ભૂમિતળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિભાવ સંયુક્ત રહે, તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. હમણાં તો તમે જુઓ