________________
૧૭૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
બીજું ચિત્રપટ તૈયાર નહીં હોવાથી જે છે તે મોકલું છું. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ.
રાયચંદના પ્રણામ
૪૭
વાણિયા બંદર, મહા સુદ ૧૪, બુધ, ૧૯૪૫
સત્પુરુષોને નમસ્કાર
સુજ્ઞ,
મારા તરફથી એક પત્તું પહોંચ્યું હશે.
તમારો પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે.
અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યક્ત્વમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક્દૃષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યક્ત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે.
એ 'વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દૃષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દૃષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા, પણ હું એ, કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિગ્રંથ શાસનની કૃપાપ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાનીદષ્ટ તે ખરું.
જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગ-સતશાસ્ત્રાધ્યયન-સમ્યકૃર્દષ્ટિપણું અને સયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક મવે સફળ થવું મને સમજાય છે.
સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવી સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે.
એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ.
ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવો. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે. તે વિના છૂટકો પણ નથી, અનાયાસે યોગ્ય જગા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ.
“ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે.
તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું.
ચિત દયાળભાઈ પાસે જશો. કંઈ દર્શાવે તો મને જણાવશો.
૧. ગ્રંથિથી