________________
૧૭૦
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
તેના ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. જગતના સઘળા દર્શનની-મતની શ્રદ્ધાને ભૂલી જજ્જો; જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો; માત્ર તે સત્પુરુષોના અદ્ભુત, યોગસ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો.
આ તમારા માનેલા 'મુરબ્બી' માટે કોઈ પણ પ્રકારે હર્ષ-શોક કરશો નહીં; તેની ઇચ્છા માત્ર સંકલ્પ- વિકલ્પથી રહિત થવાની જ છે; તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતુંવળગતું કે લેવાદેવા નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઇચ્છા નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળાં કર્યાં છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું, એ જ તેની સદા સઉપયોગી, વહાલી, શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે; બાકી તેને કંઈ આવડતું નથી; તે બીજું કંઈ ઇચ્છતો નથી; પૂર્વકર્મના આધારે તેનું સઘળું વિચરવું છે; એમ સમજી પરમ સંતોષ રાખજો; આ વાત ગુપ્ત રાખજો. કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઇચ્છે છે તો સંકલ્પ-વિકલ્પ, રાગ-દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો તે કહે. તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે.
જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બનાવાશે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર સત્પુરુષનાં ચરણકમળ છે; તે પણ કહી જઉં
છું.
આત્મભાવમાં સઘળું રાખજો; ધર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ આપણો સર્વસમ્મત ધર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં. દેહ જેનો ધર્મોપયોગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે, તે પણ ધર્મને માટે જ છે.
૩૮
વિ૦ રાયચંદ્ર
વિ.સં. ૧૯૪૪
(૧) સહજ સ્વભાવે મુક્ત, અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે, તો પછી જ્ઞાની પુરુષોએ આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું.
(૨) આત્મા જો અગમ અગોચર છે તો પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, અને જો સુગમ સુગોચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી.
૩૯
વિ.સં. ૧૯૪૪
નેત્રોંકી શ્યામતા વિષે જો પુતલિયાંરૂપ સ્થિત હૈ, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કૈસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીતઉષ્ણાદિકકો જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ; જૈસે તિલોં વિષે તેલ વ્યાપક હોતા હૈ, તિસકા અનુભવ કોઊ નહીં કરતાં. જો શબ્દ શ્રવણઇંદ્રિયકે અંતર ગ્રહણ કરતા હૈ. તિસ શબ્દશક્તિકો જાનણકારી સત્તા હૈ, જિસ વિષે શબ્દશક્તિકા વિચાર હોતા હૈ, જિસકરિ રોમ ખડે હોઈ આતે હૈં, સો સત્તા દૂર કૈસે હોવે ? જો જિહ્વાકે અગ્રવિષે રસસ્વાદકો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણહારી અલેપ