________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૧૯
મહાનીતિ
(વચન સપ્તશતી)
૧
સત્ય પણ કરુણામય બોલવું.
૨
નિર્દોષ સ્થિતિ રાખવી.
3
વૈરાગી હૃદય રાખવું.
૪
દર્શન પણ વૈરાગી રાખવું.
૫
ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો.
9
બાર દિવસ પત્નીસંગ ત્યાગવો.
૭
આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇને વશ કરવાં.
૮
સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું.
C
સર્વ-સંગઉપાધિ ત્યાગવી,
૧૦
ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો.
૧૧
તત્ત્વધર્મ સર્વજ્ઞના વડે પ્રીત કરવો.
૧૨
વૈરાગ્ય અને ગંભીરભાવથી બેસવું.
૧. જુઓ આંક ૨૭ તથા આંક ૨૧માં નં. ૧૬
!!!