________________
૧૨૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તો સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત સઁપસમાજ સ્થાપવા. મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઇચ્છું છું કે તે નૃત્યની સિદ્ધિ થઈ જૈનાંતર્ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવો; અને મમત્વ જાઓ ।
શિક્ષાપાઠ ૧૦૦, મનોનિગ્રહનાં વિઘ્ન
વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્ત્વજ્ઞાનનો પ્રકાશ કરો તથા સીલને સેવો. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા તે તે માર્ગ મનોનિગ્રતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહોળતા કરવી યથોચિત છે. એ બહોળતામાં વિઘ્નરૂપ નીચેના દોષ છેઃ-
૧. આળસ
ર. અનિયમિત ઉઘ
૩. વિશેષ આહાર
૪. ઉન્માદ પ્રકૃતિ
૫. માયાપ્રપંચ
૬. અનિયમિત કામ
૩. અકરણીય વિલાસ
૮. માન
૯. મર્યાદા ઉપરાંત કામ
૧૦. આપવડાઈ
૧૧. તુચ્છ વસ્તુથી આનંદ
૧૨. રસગાવબ્ધતા
૧૩. અતિભોગ
૧૪. પારકું અનિષ્ટ ઇચ્છવું
૧૫. કારણ વિનાનું રળવું
૧૬. ઝાઝનો સ્ને
૧૭. અયોગ્ય સ્થળે જવું
૧૮. એક્કે ઉત્તમ નિયમ સાધ્ય ન કરવો
અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાનાં નથી કે જ્યાં સુધી આ અષ્ટાદશ વિઘ્નથી મનનો સંબંધ છે. આ અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. એ દોષ જ્યાં સુધી મનથી નિકટતા ધરાવે છે ત્યાં સુધી કોઈ પણ મનુષ્ય આત્મસાર્થક કરવાનો નથી. અતિભોગને સ્થળે સામાન્ય ભોગ નહીં; પણ કેવળ ભોગત્યાગવ્રત જેણે ધર્યું છે, તેમજ એ એક્કે દોષનું મૂળ જેના હૃદયમાં નથી તે સત્પુરુષ મહદ્ભાગી છે.
**
܀܀
શિક્ષાપાઠ ૧૦૧. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો
૧. એક ભેદે નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે.
૨. જે મનુષ્ય સત્પુરુષોનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે.
૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળયું છે.
૪. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને સમાન દુઃખદાયક છે.
૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે.
૬. ઇંદ્રિયો તમને જીતે અને સુખ માનો તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો.
૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી.
૮. યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે.
૯. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અદ્રિયસ્વરૂપ છે.
૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.