________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૧૧૧
૭. ગુપ્ત તપ કરવું.
૮. નિર્લોભતા રાખવી.
૯. પરિષદ્ધ ઉપસર્ગને જીતવા
૧૦. સરળ ચિત્ત રાખવું.
૧૧. આત્મસંયમ શુદ્ધ પાળવો.
૧૨. સમકિત શુદ્ધ રાખવું.
૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી.
૧૪. કપટરહિત આચાર પાળવો,
૧૫, વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો.
૧૬. સંતોષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાખવી.
૧૭. વૈરાગ્યભાવનામાં નિમગ્ન રહેવું.
૧૮, માયારહિત વર્તવું,
૧૯. શુદ્ધ કરણીમાં સાવધાન થવું,
૨૦. સમ્પરને આદરવો અને પાપને રોકવાં,
૨૧. પોતાના દોષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. જ, ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં. ૨૫. ઉત્સાહપૂર્વક કાયોત્સર્ગ કરવો.
ર૬. પ્રમાદરહિત જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તન કરવું. ૨૭. હંમેશાં આત્મચારિત્રમાં સૂક્ષ્મ ઉપયોગથી વર્તવું. ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું.
૨૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. સ્ત્રીઆદિકના સંગને ત્યાગવો.
૩૧. પ્રાયશ્ચિત્ત વિશુદ્ધિ કરવી.
૩૨. મરણકાલે આરાધના કરવી.
એ એકેકો યોગ અમૂલ્ય છે. સઘળાં સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે.
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૭૩. મોક્ષસુખ
કેટલીક આ સૃષ્ટિમંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે ? ભગવાનને ગૌતમસ્વામીએ મોક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ ! એ અનંતસુખ ! હું જાણું છું; પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ વદી એક ભીલનું દૃષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું.
એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કોઈ રાજા અક્ષક્રીડા માટે ફરતો