________________
23
૯૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખારું દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છંડાય નહીં, તજી તૃષનાઈને. ૩
(૪)
થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું,
હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને.
હાથને હલાવી ત્યાં તો ખી
બુદ્ધે સૂચવ્યું એ,
બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને !
અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ?
જતાં ગઈ નહીં હોશે. મમતા મરાઈને ! ૪
܀܀܀܀܀
શિક્ષાપાઠ ૫૦. પ્રમાદ
ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદનાં લક્ષણ છે.
ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમને કહ્યું કે, હૈ ગૌતમ । મનુષ્યનું આયુષ્ય ડાભની અણી પર પડેલા જળના બિંદુ જેવું છે. જેમ તે બિંદુને પડતાં વાર લાગતી નથી, તેમ આ મનુષ્યાયુ જતાં વાર લાગતી નથી. એ બોધના કાવ્યમાં ચોથી કડી સ્મરણમાં અવશ્ય રાખવા જેવી છે, સમાં શૌચમ મા થના - એ પવિત્ર વાક્યના બે અર્થ થાય છે. એક તો હે ગૌતમ ! સમય એટલે અવસર પામીને પ્રમાદ ન કરવો અને બીજો એ કે મેષાનુમેષમાં ચાલ્યા જતા અસંખ્યાતમા ભાગનો જે સમય કહેવાય છે તેટલો વખત પણ પ્રમાદ ન કરવો. કારણ દેહ ક્ષણભંગુર છે; કાળશિકારી માથે ધનુષ્યબાણ ચઢાવીને ઊભો છે, લીધો કે લેશે એમ જંજાળ થઈ રહી છે; ત્યાં પ્રમાદથી ધર્મકર્તવ્ય કરવું રહી જશે. અતિ વિચક્ષણ પુરુષો સંસારની સર્વોપાધિ ત્યાગીને અહોરાત્ર ધર્મમાં સાવધાન થાય છે. પળનો પણ પ્રમાદ કરતા નથી. વિચક્ષણ પુરુષો અહોરાત્રના થોડા ભાગને પણ નિરંતર ધર્મકર્તવ્યમાં ગાળે છે, અને અવસરે અવસરે ધર્મકર્તવ્ય કરતા રહે છે. પણ મૂઢ પુરુષો નિદ્રા, આહાર, મોજશોખ અને વિકથા તેમજ રંગરાગમાં આયુ વ્યતીત કરી નાખે છે. એનું પરિણામ તેઓ અધોગતિરૂપ પામે છે.
જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ધર્મને સાધ્ય કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ ઘડી તો નિદ્રામાં ગાળીએ છીએ. બાકીની ચાળીસ ઘડી ઉપાધિ, ટેલટપ્પા અને રઝળવામાં ગાળીએ છીએ. એ કરતાં એ સાઠ ઘડીના વખતમાંથી બે ચાર ઘડી વિશુદ્ધ ધર્મકર્તવ્યને માટે ઉપયોગમાં લઈએ તો બની શકે એવું છે. એનું પરિણામ પણ કેવું સુંદર થાય ?
પળ એ અમૂલ્ય ચીજ છે. ચક્રવર્તી પણ એક પણ પામવા આખી રિદ્ધિ આપે તોપણ તે પામનાર નથી. એક પળ વ્યર્થ ખોવાથી એક ભવ હારી જવા જેવું છે એમ તત્ત્વની દૃષ્ટિએ સિદ્ધ છે !
શિક્ષાપાઠ ૫૧. વિવેક એટલે શું ?
લઘુશિષ્યો- ભગવન્ ! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન