________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ;
ભાવ તેનો લવ પછી રહે. તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ;
જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તે ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭
શિક્ષાપાઠ ૩૫. નવકાર મંત્ર
નમો અરિહંતાણં
નમો સિદ્ધાણં.
નમો આયરિયાણં.
નમો ઉવજ્ઝાયાણં.
નમો લોએ સવ્વસાહૂણં.
આ પવિત્ર વાક્યોને નિર્ણયપ્રવચનમાં નવકાર, નમસ્કારમંત્ર કે પંચપરમેષ્ઠીમંત્ર કહે છે.
૮૩
અર્હત ભગવંતના બાર ગુણ, સિદ્ધ ભગવંતના આઠ ગુણ, આચાર્યના છત્રીશ ગુણ, ઉપાધ્યાયના પંચવીશ ગુણ, અને સાધુના સત્તાવીશ ગુણ મળીને એકસો આઠ ગુણ થયા. અંગૂઠા વિના બાકીની ચાર આંગળીઓનાં બાર ટેરવાં થાય છે; અને એથી એ ગુણોનું ચિંતવન કરવાની યોજના હોવાથી બારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીનાં ટેરવાંથી નવકારમંત્ર નવ વાર ગણ. -‘કાર’ એટલે ‘કરનાર’ એમ પણ થાય છે. બારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણનો ભરેલો મંત્ર એમ નવકારમંત્ર તરીકે એનો અર્થ થઈ શકે છે; અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમોત્કૃષ્ટ છે તે કઈ કઈ ? તો કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાનો જે મંત્ર તે પરમેષ્ઠીમંત્ર અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હોવાથી પંચપરમેષ્ઠીમંત્ર એવો શબ્દ થયો. આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પંચપરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે, એટલે એ પાંચે પાત્રો આદ્યરૂપ નથી, પ્રવાહથી અનાદિ છે, અને તેના જપનાર પણ અનાદિ સિદ્ધ છે, એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ ઠરે છે.
પ્ર- એ પંચપરમેષ્ઠીમંત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સત્પુરુષો કહે છે એ માટે તમારું શું મત છે ?
ઉo- એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું.
પ્ર-એને ક્યા કારણથી ન્યાયપૂર્વક કહી શકાય ?
ઉ"હા. એ તમને હું સમજાવું: મનની નિગ્રતા અર્થે એક તો સર્વોતમ જગષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્ત્વથી જોતાં વળી અહંતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્યસ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ એનો વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા યોગ્ય એઓ શાથી છે ? એમ વિચારતાં એઓનાં સ્વરૂપ, ગુણ ઇત્યાદિ માટે વિચાર કરવાની સત્પુરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલો
કલ્યાણકારક થાય ?
પ્રશ્નકાર- સત્પુરુષો મોક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું.