________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મું
૭૩
૮. જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં, એવી ચિંતવના કરવી એ આઠમી
‘સંવરભાવના’.
૯. જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે, એમ ચિંતવવું તે નવી 'નિર્જરાભાવના'.
૧૦. લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ વિચારવું તે દશમી ‘લોકસ્વરૂપભાવના’.
૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પામ્યો, તો ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે; એવી ચિંતવના તે અગિયારમી ‘બોધદુર્લભભાવના’.
૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી ‘ધર્મદુર્લભભાવના'.
આ બાર ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સત્પુરુષો ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.
શિક્ષાપાઠ ૨૨. કામદેવ શ્રાવક
મહાવીર ભગવંતના સમયમાં દ્વાદશવ્રતને વિમળ ભાવથી ધારણ કરનાર વિવેકી અને નિÑવચનાનુરક્ત કામદેવ નામનો એક શ્રાવક તેઓનો શિષ્ય હતો. સુધર્માંસભામાં ઇંદ્રે એક વેળા કામદેવની ધર્મઅચળતાની પ્રશંસા કરી. એવામાં ત્યાં એક તુચ્છ બુદ્ધિમાન દેવ બેઠો હતો. ૧‘તે બોલ્યોઃ “એ તો સમજાયું ! નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદે. આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ધર્મદંઢ કામદેવ તે વેળા કાયોત્સર્ગમાં લીન હતો. દેવતાએ હાથીનું રૂપ વૈક્રિય કર્યું, અને પછી કામદેવને ખૂબ ગૂંદ્યો તોપણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણનો સર્પ થઈને ભયંકર ફૂંકાર કર્યા, તોય કામદેવ કાયોત્સર્ગથી લેશ ચળ્યો નહીં; પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિષહ કર્યાં, તોપણ કામદેવ કાર્યોત્સર્ગથી ચન્યો નહીં. સિંહ વગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યાં; તોપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણી નહીં. એમ રાત્રીના ચાર પહોર દેવતાએ કર્યા કર્યું, પણ તે પોતાની ધારણામાં ફાવ્યો નહીં. પછી તેણે ઉપયોગ વડે કરીને જોયું તો મેરુના શિખરની પેરે તે અડોલ રહ્યો દીઠો. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દોષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયો.
૨ ‘કામદેવ શ્રાવકની ધર્મદેઢતા આપણને શો બોધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાનો છે કે, નિગ્રંથપ્રવચનમાં પ્રવેશ કરીને દૃઢ રહેવું. કાયોત્સર્ગ ઇત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દૃઢતાથી નિર્દોષ કરવાં,' ચળવિચળ ભાવથી કાર્યોત્સર્ગ બહુ દોષયુકત થાય છે, - ‘પાઈને માટે ધર્મશાખ કાઢનારા ધર્મમાં દૃઢતા ક્યાંથી રાખે ? અને રાખે તો કેવી રાખે !' એ વિચારતાં ખેદ થાય છે.
દ્વિત આ પાઠા-૧. ‘તેણે એવી સુર્દઢતાનો અવિશ્વાસ બતાવ્યો, અને કહ્યું કે જ્યાં સુધી પરિષ પડ્યા ન હોય ત્યાં સુધી બધાય સહનશીલ અને ધર્મદંઢ જણાય.' ૨. કામદેવ શ્રાવકની ધર્મદેઢતા એવો બોધ કરે છે કે સત્યધર્મ અને સત્યપ્રતિજ્ઞામાં પરમ દેઢ રહેવું અને કાયોત્સર્ગાદિ જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને સુદૃઢતાથી નિર્દોષ કરવાં.’ ૩. “પાઈ જેવા દ્રવ્યલાણ માટે ધર્મશાખ કાઢનારની ધર્મમાં દેતા ક્યાંથી રહી શકે ? અને રહી શકે તો કેવી રહે