________________
૪૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
વિપ્ર - અહો ક્ષત્રિય । સુવર્ણ, મણિ, મુક્તાફળ, વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જે.
નમિરાજ:- (હેતુ કારણ પ્રે૰) મેરુ પર્વત જેવા કદાચિત્ સોનારૂપાના અસંખ્યાત પર્વત હોય તોપણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી. કિંચિત્ માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષો આચરે છે.
વિપ્રઃ- (હેતુ કારણ પ્રે) હે ક્ષત્રિય ! મને અદ્ભુત આશ્ચર્ય ઊપજે છે કે, તું છતા ભોગને છાંડે છે. પછી અછતા કામભોગને વિષે સંકલ્પ વિકલ્પ કરીને હણાઈશ, માટે આ સઘળી મુનિત્વસંબંધીની ઉપાધિ મૂક.
નમિરાજ- (હેતુ કારણ પે) કામભોગ છે તે શલ્ય સરખા છે, કામભોગ છે તે વિષ સરખા છે, કામભોગ છે તે સર્પની તુલ્ય છે, જેની વાંછનાથી જીવ નરકાદિક અધોગતિને વિષે જાય છે; તેમજ ક્રોધે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે; માયાએ કરીને સદ્ગતિનો વિનાશ હોય છે; લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે; માટે હે વિપ્ર ! એનો તું મને બોધ ન કર. મારું હૃદય કોઈ કાળે ચળનાર નથી; એ મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીએ ? જાણી જોઈને દીપક લઈને કૂવે કોણ પડે ? જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે ? હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલામાં આવનાર નથી.
મહર્ષિ નમિરાજની સુદૃઢતા જોઈ શકેંદ્ર પરમાનંદ પામ્યો, પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇંદ્રપણાને વૈક્રિય કર્યું. વંદન કરીને મધુર વચને પછી તે રાજર્ષીશ્વરની સ્તુતિ કરવા લાગ્યોઃ “હે મહાયશસ્વી ! મોટું આશ્ચર્ય છે કે તેં ક્રોધને જીત્યો. આશ્ચય, તેં અહંકારનો પરાજય કર્યો, આશ્ચર્ય, તે માયાને ટાળી, આશ્ચર્ય, તે લોભ વશ કીધો, આશ્ચર્ય, તારું સરળપણું. આશ્ચર્ય, તારું નિર્મમત્વ. આશ્ચર્ય, તારી પ્રધાન ક્ષમા. આશ્ચર્ય, તારી નિર્લોભતા. હે પૂજ્ય ! તું આ ભવને વિષે ઉત્તમ છું; અને પરભવને વિષે ઉત્તમ હોઈશ. કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધગતિને વિષે પરવરીશ.' એ રીતે સ્તુતિ કરતાં કરતાં, પ્રદક્ષિણા કરતાં કરતાં, શ્રદ્ધાભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શકેંદ્ર આકાશ વાટે ગયો.
પ્રમાણશિક્ષાઃ- વિપ્રરૂપે નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઇન્દ્રે શું ન્યૂનતા કરી છે ? કંઈયે નથી કરી. સંસારની જે જે લલુતાઓ મનુષ્યને ચળાવનારી છે, તે તે લલુત્તા સંબંધી મહા ગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે. છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે. “હે વિપ્ર ! તું જે જે વસ્તુઓ મારી છે, એમ કહેવરાવે છે તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું; અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું," આવા રહસ્યમાં નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને દ્રઢીભૂત કરતા ગયા છે. એવી પરમ પ્રમાણશિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બન્ને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વ સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં દર્શિત કર્યો છે. એને પણ વિશેષ દ્રઢીભૂત કરવા નમિરાજ એકત્વ શાથી પામ્યા, તે વિષે કિંચિત્ માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ.
એ વિદે દેશ જેવા મહાન રાજ્યના અધિપતિ હતા. અનેક યૌવનવતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શનમોહનીયનો ઉદય ન છતાં એ સંસારલુબ્ધરૂપ દેખાતા હતા. કોઈ કાળે એના શરીરમાં દાહજ્જર નામના રોગની ઉત્પત્તિ થઈ. આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ