________________
:
અવ્યવસ્થિત ? તે પરિણમન વ્યવસ્થિત છે. સર્વજ્ઞના જ્ઞાનમાં આ બધું જણાય છે માટે પરિણમન વ્યવસ્થિત હોવાનો તો સબળ પુરાવો છે. વળી અલ્પજ્ઞના જ્ઞાનમાં પણ પાંચ વર્ષ બાદ ક્યારે સૂર્ય ગ્રહણ શરૂ થશે અને પુરું થશે તે જાણી શકાય છે એવો પણ પુરાવો વિદ્યમાન છે. સર્વજ્ઞનું જ્ઞાન સ્વતંત્રપણે છે અને અન્ય પદાર્થોનું પરિણમન પણ સ્વતંત્ર છે. પદાર્થો
પરિણમે છે માટે જ્ઞાન છે એમ નથી અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રકારે જણાયું છે એ પ્રકારે જ પરિણમવું પડે એવી પરાધીનતા અન્ય દ્રવ્યોમાં નથી. બન્ને વચ્ચે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે.
૨) પદાર્થ સ્વતંત્રપણે પરિણમે છે તે વાત સિદ્ધાંતરૂપે માન્ય કરીએ છીએ. અર્થાત્ ક્યા સમયે કેવા પરિણામ કરવા એમાં તે પદાર્થ સ્વતંત્ર છે કે નહીં? સર્વજ્ઞના જ્ઞાનનો આધાર લઈએ તો સમયવર્તી પરિણામની સ્વતંત્રતા રહેતી નથી એનો ખુલાસો શું હોય શકે ? તેના સમાધાનમાં સર્વ પ્રથમ તો એ માન્ય રાખો કે પદાર્થનું પરિણમન જેમ અન્ય નિમિત્તની અપેક્ષા નથી રાખતું તેમ ત્યાં સર્વજ્ઞના જ્ઞાનની પણ અપેક્ષા લેવાની નથી. સ્વતંત્ર પરિણમન માન્ય રાખીને જ અન્ય દ્રવ્યોના પરિણમન સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને સર્વજ્ઞના જ્ઞાન સાથેના મેળવિશેષનો વિચા૨ ક૨વાનો રહે.
: નથી કરતું. અનાદિથી અનંતકાળના બધા પરિણામો વ્યવસ્થિત થાય એવું આયોજન કરે છે. એ પ્રકારનું પદાર્થનું આયોજન છે અને તે સર્વજ્ઞ જાણે છે. વળી ભવિષ્યમાં કેવા પરિણામ થાય તેનો નિર્ણય : ભવિષ્યમાં થાય એવી વિચારણામાં પણ વ્યક્ત કે : અવ્યક્તપણે નિમિત્તાધીન દૃષ્ટિ છે. જો પોતાનું પરિણમન ખરેખર સ્વતંત્ર છે એ વાત માન્ય થાય તો નિમિત્તનો પ્રશ્ન જ ન રહે અને તેમ થતાં ભવિષ્યમાં કેવા પરિણામ કરવા તેની આગોતરી વ્યવસ્થા અવશ્ય થઈ શકે.
:
પદાર્થ પોતાના બધા પરિણામરૂપે પરિણમવામાં સ્વતંત્ર છે એમ નક્કી કરીએ તેમાં એક સમયના પરિણામની વાત અવશ્ય આવી જાય છે. પરંતુ તમારા પ્રશ્ન પાછળનું પ્રયોજન એ છે કે ભવિષ્યમાં કેવા પરિણામ થાય એ જો પહેલેથી જ નક્કી હોય તો ત્યાં સ્વતંત્રતા ન રહી. પરંતુ તમારી ગણતરી ખોટી છે. પદાર્થ માત્ર એક જ પર્યાયની ગણતરી પ્રવચનસાર - પીયૂષ
૩) અચેતન પદાર્થો તે રીતે પરિણમન કરી રહ્યા છે અને ત્યાં ત્રણ કાળની પર્યાયો વ્યવસ્થિત હોય તે પણ માન્ય કરવા માટે જે યુક્તિ આપી અને સર્વજ્ઞના જ્ઞાનનો આધાર અને આપણા અનુભવનો પણ ત્યાં ટેકો મળે છે તેથી હા પાડવાનું મન તો થાય છે પરંતુ એટલી જોરદાર હા કેમ નહીં આવતી હોય? તેનું સમાધાન સહેલું છે. તમે શોધવાનો પ્રયત્ન કરશો તો અવશ્ય તમને ખ્યાલ આવી જશે તેથી આગળ વાંચતા પહેલા તેનો વિચાર કરી લો. સાચો જવાબ એ છે કે આપણે અનાદિકાળથી અચેતન પદાર્થની સ્વતંત્ર પરિણમન શક્તિ સ્વીકારી જ નથી. કુંભાર જે ઘડાનો જ કર્તા છે એ જ ઘૂંટયું છે. માટી અંતર્ધ્યાપક થઈને ઘડારૂપે પરિણમે છે. તેવો સિદ્ધાંત ખ્યાલમાં આવતા ઘડાનો કર્તા માટી છે પરંતુ કુંભાર તેમાં નિમિત્ત છે એ વાત સ્વીકારીએ ત્યારે પણ કુંભાર પોતાની ઈચ્છા મુજબ માટીને ઘાટ આપે છે તેથી કુંભાર નિમિત્ત છે એ વાત સ્વીકાર્યા બાદ પણ કર્તૃત્વબુદ્ધિનું જો૨ એવુંને એવું રહે છે. તેથી તમો કર્તૃત્વબુદ્ધિના જો૨ના કા૨ણે જ આ વાસ્તવિકતાને સહજપણે સ્વીકારી નથી શકતા. એ કર્તૃત્વબુદ્ધિના જો૨ના કા૨ણે જ આપણો
૧૮૭