________________
:
:
જોઈએ. જેને આપણે અપરિણામી દૃષ્ટિમાં નિત્ય ટકના૨ એકરૂપે લક્ષમાં લીધો તે એકાંતિક એક નથી. તે અનેકાંત સ્વરૂપ છે. અર્થાત્ એ પોતાના પેટાળમાં અનેક ધર્મોને લઈને રહેલો હોવાથી એકત્વસ્વરૂપ છે. આ એક અને એકત્વ વચ્ચેનો તફાવત આપણા ખ્યાલમાં આવવો જરૂરી છે. વિશેષ ચોખવટ માટે દૃષ્ટાંત લઈએ. કાપડને માપવા માટે મીટ૨ એકમ (Unit) છે. જ્યારે બે ગામ વચ્ચેના અંતર માટે : કિલોમીટર એકમ છે. હવે એક કિલોમીટ૨માં ૧૦૦૦ મીટર છે તે વાત આપણા લક્ષમાં છે. કિલોમીટ૨ કોને કહેવાય એવા પ્રશ્નના જવાબરૂપે આપણે એ જ કહીશું. પરંતુ રાજકોટ થી સોનગઢ કેટલું ? તેના જવાબમાં ૧૪૩ કિલોમીટ૨ કહીશું. ત્યા૨ે તે ૧૪૩૦૦૦ મીટર દૂર છે એવું કોઈ વિચારીશું નહીં. એક કિલોમીટરના એક હજાર મીટર થાય એવું લઈએ ત્યારે તેને આપણે એકત્વરૂપ જોઈએ છીએ. પરંતુ જ્યારે બે ગામ વચ્ચેના અંતરની વાત આવે ત્યારે તે એકત્વરૂપ નહીં પરંતુ એકરૂપે જણાય છે. અપરિણામી દૃષ્ટિ ‘એક’પણું સૂચવે છે જ્યારે તે એકાંતિક એક નથી અનેકાંત સ્વરૂપ હોવાથી‘એકત્વ’’રૂપ છે એમ જ્યારે કહીએ છીએ ત્યારે આપણે તે જ દ્રવ્ય સ્વભાવને પરિણામી દૃષ્ટિરૂપે ખ્યાલમાં લઈએ છીએ.
અપરિણામી દૃષ્ટિ; જ્યારે આપણે સત્ની અને સ્વભાવની સ્થાપના કરીએ છીએ ત્યારે તેને શૂન્યથી બચાવીને સત્પે ખ્યાલમાં લઈએ છીએ. વિશ્વ સત્મય છે. વિશ્વમાં શૂન્યને ક્યાંય સ્થાન નથી. તેથી જે સત્ છે તે અનાદિ અનુત્પન્ન અને અવિનાશી છે. શાશ્વત છે. સ્વતઃસિદ્ધ છે. ટંકોત્કિર્ણ છે. તે : પોતાનું એકરૂપપણું સદાયને માટે ટકાવીને રહેલ છે. આ અપેક્ષાએ એ પોતાનો ‘“એનોએ’’ સ્વભાવ કાયમને માટે ટકાવે છે. એ સ્વભાવ પરિપૂર્ણ છે અને શુદ્ધ છે. જીવના આ સ્વભાવને આપણે આશ્રયભૂત તત્ત્વરૂપે ઓળખીએ છીએ.
:
:
:
:
દ્રવ્ય સ્વભાવ
દ્રવ્ય સ્વભાવને આપણે પર્યાયના દાતારૂપે લક્ષમાં લીધો છે. તેને આપણે નિત્ય ટકનારૂપે પણ લક્ષમાં લીધો છે. આ બે એક જ સ્વભાવને લક્ષમાં લેવાની બે દૃષ્ટિઓ છે તે વાત આપણા જ્ઞાનમાં સ્પષ્ટ હોવી જરૂરી છે.
પરિણામી દષ્ટિ : હવે જયારે પદાર્થના
બદલાતા સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે પર્યાય ક્ષણિક છે. તે ઉત્પન્ન ધ્વંસી છે. તે પર્યાય કયાંથી ઉપજે છે તેનો વિચા૨ કરીએ ત્યારે તે એકાંતે સર્વથા ક્ષણિક હોય ન શકે. બૌદ્ધની ભલે તે પ્રકારની માન્યતા હોય પરંતુ વિશ્વમાં શૂન્યને સ્થાન જ નથી તેથી શૂન્યમાંથી સર્જન અને સત્નો વિનાશ શક્ય જ નથી. તેથી હવે સત્મય પદાર્થ જ પર્યાયનો દાતાર હોવા જોઈએ. સમય પદાર્થને આપણે જે અપરિણામી દૃષ્ટિથી લક્ષમાં લીધો છે તે દૃષ્ટિમાં તો ઉત્પત્તિ વિનાશની શક્યતા જ નથી, જન્મ મરણ નથી તો વૃદ્ધિ અને હાનિ પણ નથી. તે દૃષ્ટિ તો પરિણામની દાતાર છે જ નહીં. તેથી પરિણામનો દાતા૨ કોણ છે એવો પ્રશ્ન થાય. આ સ્વભાવ સિવાય વિશ્વમાં બીજી કાંઈ છે જ નહીં તેથી પર્યાય તેમાંથી
જ આવવી જોઈએ. એ રીતે દલીલની ભીંસ લેવી પ્રવચનસાર - પીયૂષ
:
આ અનેકાંત સ્વરૂપ અર્થાત્ એકના પેટાળમાં જે અનેક જોવા મળે છે તે જ પર્યાયના કારણો આપે છે. એ અનેક વચ્ચેના બદલતા સંબંધો થઈ શકે છે. તે બદલતા સંબંધો જ પર્યાયો છે. આલ્ફાબેટના ૨૬ અક્ષો છે તે અક્ષરોમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ તેમના સંબંધ વિશષથી નવા નવા શબ્દો બને છે. દૃષ્ટાંતરૂપે RAT, TAR અને ART લઈ શકાય. આપણે પહેલા ૯૫મી ગાથામાં શિખ્યા છીએ કે સ્વભાવને છોડયા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે. તેથી મૂળભૂત સ્વભાવ તો પર્યાયના વિસદેશ ભાગમાં પણ એવોનો એવો રહે છે. આ પ્રમાણે હોવાથી
૩૭