________________
પુદ્ગલની રચના હોવાથી પુદ્ગલ તેનો માલિક છે. : અસ્તિરૂપે છે. હવે નાસ્તિરૂપ વાત કરે છે. ચિંતા
:
શાસ્ત્રમાં ‘પરસ્પર' સ્વસ્વામિસંબંધ એવો શબ્દ પ્રયોગ છે. તે રીતે વિચારીએ તો શરી૨ માલિક છે અને જીવ તો તેના ગુલામરૂપે જીવે છે. આપણું શરીર ધાનનું ઢિગલું છે. તે જીવ મારફત આહાર પાણી મેળવે છે. વાસ્તવિકતા એ છે કે જીવને શરીર સાથે સ્વસ્વામિ સંબંધ શક્ય છે એ માત્ર અજ્ઞાનીની માન્યતા જ છે. તેથી તે છોડવાની વાત છે. આ નાસ્તિની વાત થઈ. હવે અસ્તિપણે વાત કરે છે.
એટલે કે ચિંતવન. પોતાના આત્માને છોડીને અન્ય પદાર્થોનું ચિંતવન. પોતાના આત્મામાં ગુણભેદપર્યાયભેદ વગેરેનું ચિંતવન. નિરોધ એટલે કે ત્યાગ. આ રીતે એક શબ્દ દ્વા૨ા ધ્યાનનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. બાહ્ય સમસ્ત વિષયોમાં : જે ઉપયોગ જાય છે ૫૨ના લક્ષે જેટલા વિકલ્પો ઉઠે ... છે તેની જ્ઞાનીને નિરર્થકતા ભાસે છે. તેથી બધા વિકલ્પો તોડીને તે નિર્વિકલ્પ અનુભૂતિ કરે છે.
...
ધ્યાન એ પર્યાય છે. પોતે ધ્યાતા પુરુષ છે અને તે ધ્યાનનું કાર્ય કરે છે. તેનો વિષય - ધ્યેય પોતે જ છે. નિર્વિકલ્પ અનુભૂતિ સમયે ધ્યાતાધ્યાન-ધ્યેય બધું અભેદ એકાકાર થાય છે. તે સમયે જીવની પર્યાય શુદ્ધ છે. સ્વભાવ તો ત્રણે કાળે શુદ્ધ જ છે. સ્વાનુભૂતિ થતાં પર્યાયમાં પણ શુદ્ધતા પ્રગટ થાય છે.
:
જ્ઞાની પરદ્રવ્યનું લક્ષ છોડીને પોતાના જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. સ્વભાવ એકરૂપ છે, એક છે. ૫દ્રવ્યો અનંત છે. વિશ્વરૂપ છે. બાહ્યથી ખસવું એ વૈરાગ્યનું કાર્ય છે. સ્વરૂપમાં ઠરવું અસ્તિરૂપ જ્ઞાન કાર્ય છે. તીવ્ર વૈરાગ્યની દશા હોય ત્યારે જ ઉપયોગ બાહ્યમાંથી ખસીને અંદ૨માં જાય છે. અજ્ઞાનીને અનાદિકાળથી બાહ્ય વિષયોનો જ પરિચય છે. પ્રેમ છે. તેનો નિષેધ કરીને ઉપયોગ નિર્વિકલ્પરૂપ થાય છે. સ્વભાવના લક્ષે તે પરાશ્રય છોડે છે. ઉપયોગ સ્વમાં આવતા તેને પૂર્વે ન અનુભવેલો આનંદ અનુભવાય છે. તેથી ઉપયોગ ત્યાં ઠરી જાય છે. બાહ્ય વિકલ્પમાં આકુળતા હતી. ઈન્દ્રિય સુખના વિષયને પણ છોડીને ઉપયોગ અન્ય વિષયોમાં ભટકતો હતો. બાહ્યમાં ઉપયોગ ટકતો
ન હતો. ચંચળ હતો કારણકે તેને વાસ્તવિક સ્વાભાવિક સુખનો અનુભવ ન હતો. હવે જ્યારે તેને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે ત્યારે ઉપયોગ સ્વમાં ઠરી જાય છે એ ધ્યાન છે.
એકાગ્ર ચિંતાનિરોધ ધ્યાન
-
અહીં એક એટલે પોતાનો આત્મા – પોતાનો ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભાવ. તેને અગ્ર એટલે કે મુખ્ય કરીને ત્યાં હુંપણું સ્થાપવું અને ત્યાં ઠરવું. સ્વને મુખ્ય શા માટે કરવું છે? કારણકે ત્યાં ઠરવાથી અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. આટલું કાર્ય પ્રવચનસાર - પીયૂષ
આ રીતે પદ્રવ્યમાં સ્વસ્વામિસંબંધ માનવારૂપ મોહ-અજ્ઞાનનો અભાવ કરીને જીવ સ્વાનુભવ કરે છે એમ આ ગાથામાં સમજાવ્યું. બે પદાર્થને એક માનવારૂપ વ્યવહારનયનો ત્યાગ કરીને એક દ્રવ્યાશ્રિત નિશ્ચયનયમાં આવ્યો. ત્યાં જ્ઞાતા-જ્ઞાનશેય બધું એકાકાર થતાં અતીન્દ્રિય આનંદ આવ્યો. તે જ્ઞાની થયો. પોતાના શુદ્ધ સ્વભાવને જાણીને તે રૂપે પરિણમન કરતાં શુદ્ધતા પ્રગટ થઈ. અહીં અતીન્દ્રિય આનંદરૂપનું કાર્ય જે નિર્વિકલ્પ દશામાં થાય છે. તેને શુદ્ઘનય કહ્યો છે. ખરેખર સ્વાનુભૂતિ એ નયાતિક્રાંત દશા છે. ત્યાં પ્રમાણ જ્ઞાન છે છતાં તેને શુદ્ઘનય એવું નામ આપવામાં આવે છે. · અવિરોધપણે મધ્યસ્થ
:
આચાર્યદેવે ટીકામાં વ્યવહાર પ્રત્યે અવિરોધપણે મધ્યસ્થતાની વાત કરી છે. આપણને ખ્યાલ છે કે અજ્ઞાની જીવને મિથ્યાત્વના કારણે પરદ્રવ્યમાં એકત્વબુદ્ધિ તથા કર્તા-ભોક્તાપણાના
૨૩૫