________________
કાર્મણ વર્ગણાથી આખો લોક ભરેલો છે. : અને પૃથ્વીનું પરિભ્રમણ તો સ્વતંત્ર જ છે. તે પ્રમાણે
અર્થાત્ લોકના દરેક પ્રદેશે કાર્મણ વર્ગણા રહેલી : સર્વત્ર સમજી લેવું રહ્યું. છે. જીવ જ્યારે વિભાવ કરે છે ત્યારે તે ક્ષેત્રે રહેલી
કાર્મણ વર્ગણા દ્રવ્યકર્મરૂપે પરિણમે છે તે વાત આપણે જાણીએ છીએ. આ ગાથામાં એ વાત કાર્યણ વર્ગણાને કેન્દ્રમાં રાખીને કરી છે. કાર્મણ વર્ગણા સ્વયં કર્મરૂપે પરિણમે છે. જે પુદ્ગલ પરમાણુઓ પરિણમનના પ્રવાહમાં પ્રથમ કાર્યણ વર્ગણારૂપે થાય છે. તે પરમાણુઓ હવે કર્મરૂપે થાય છે તે પરમાણુઓ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કર્મરૂપની અવસ્થા છોડીને અન્ય અવસ્થારૂપે અન્ય સ્કંધોરૂપે થશે અથવા પાછા છૂટા પરમાણુઓ રહેશે. વળી કોઈ નવી સ્કંધની ૨ચના ક૨શે.
:
આ રીતે ૫૨માણુઓથી શરૂઆત કરી અનેક પ્રકારના સ્કંધોની રચના અને પાછા પરમાણુરૂપે થવું. એવું સ્વતંત્ર પુદ્ગલ પરિણમન ચાલ્યા કરે છે. અહીં કાર્યણ વર્ગણામાંથી કર્મરૂપ થવામાં નિયમરૂપ નિમિત્ત તે ક્ષેત્રે રહેલા જીવનો વિભાવ છે. પુદ્ગલના સ્વતંત્ર પરિણમનને માન્ય રાખીને આ નિમિત્તની વાત છે. નિમિત્ત છે માટે આ કાર્ય થાય છે એમ નથી. જીવ અને પુદ્ગલ બે અલગ દ્રવ્યો છે. બન્નેના સ્વતંત્ર પરિણમન છે. બે વચ્ચે કર્તા કર્મપણું નથી. જીવ દ્રવ્ય કર્મને ક૨તો નથી અને કરાવતો પણ નથી.
તુલ્ય ક્ષેત્રાવગાહી શબ્દનો અર્થ એક ક્ષેત્રાવગાહી થાય છે. કાર્મણ વર્ગણા જીવના વિભાવનો આશ્રય કરીને કર્મરૂપે થાય છે એવા લખાણનો ભાવઃ-આશ્રય એટલે કે ‘જીવના વિભાવને નિમિત્ત બનાવીને’’ એ પ્રકારે લેવો રહ્યો. પુદ્ગલ અચેતન હોવાથી આશ્રય શક્ય નથી.
:
નિયમભૂત નિમિત્ત નૈમિત્તિક સંબંધ ખ્યાલમાં આવતા જો પરિણમનની સ્વતંત્રતા નથી એવો જો ભાવ આવે તો આપણે દરેક પદાર્થની તથા તેના પરિણામોની સ્વતંત્રતાની જેટલી દૃઢતા કરવી જોઈએ તેટલી દૃઢતા કરી નથી એમ લક્ષમાં લેવું રહ્યું. અન્ય સુગમ દૃષ્ટાંતો લેવાથી આ દઢતા થઈ શકે છે. સૂર્ય-ચંદ્ર તથા પૃથ્વી એક સીધી લાઈનમાં આવે ત્યારે ગ્રહણ થાય છે તે વાત સાચી છે. પરંતુ તેનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે ત્યાં ચંદ્ર
૧૯૨
વૈભાવિક શક્તિ જીવ અને પુદ્ગલ બન્નેમાં છે. ત્યાં નિયમ બન્ને માટે સમાન જ છે. વિભાવરૂપે પરિણમવામાં અશુદ્ધ પર્યાયનું જ નિમિત્તપણું હોય, અન્ય કોઈ નિમિત્ત હોય નહીં. એ રીતે પુદ્ગલ પરમાણુનું દ્રવ્ય કર્મરૂપે થવું એ એક જ વૈભાવિક શક્તિ અનુસાર પુદ્ગલનું નૈમિત્તિક પરિણમન છે.
ગાથા = ૧૭૦
:
કર્મત્વપરિણત પુદ્ગલોના સ્કંધ તે તે ફરી ફરી શરીરો બને છે જીવને, સંક્રાંતિ પામી દેહની. ૧૭૦. કર્મપણે પરિણમેલા તે તે પુદ્ગલ કાર્યો દેહાંતરરૂપ ફેરફારને પામીને ફરી ફરીને જીવને શરીરો થાય છે.
આ ગાથાનો મૂળ આશય તો એ છે કે જીવને પુદ્ગલ કર્મ કે શરીર સાથે પા૨માર્થિક સંબંધ નથી.
પરમાણુઓ સ્વતંત્ર રહે, સ્કંધરૂપે પરિણમે, કર્મરૂપે કે શરીરૂપે પણ થાય. એ બધી પુદ્ગલની રચનાઓમાં દરેક પરમાણુ સ્વતંત્રરૂપે પરિણમે છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં આવે છે. અહીં તે વાત નીચે પ્રમાણે લેવામાં આવી છે.
જીવનો વિભાવ નિમિત્ત, કાર્યણ વર્ગણાનું દ્રવ્યકર્મરૂપે થવું નૈમિત્તિક. ભવાંત૨માં અઘાતિ
કર્મોદય નિમિત્ત – યોગ્ય શરીરની પ્રાપ્તિ – નૈમિત્તિક. ભાવકર્મ - અને દ્રવ્યકર્મની રચના - એક જ સમયે જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન