________________
થાય છે એ વાત લીધા પછી હવે ચાર ગતિમાં જીવને કેવા દેહની પ્રાપ્તિ થાય છે અને તેને અનુરૂપ જીવના પરિણામ કેવા હોય છે એ વાત લેવામાં આવી છે. મનુષ્યાદિ ચાર ગતિ છે. અઘાતિકર્મો ચાર છે. તેમાં શરીરની રચનામાં મુખ્યપણે : નામકર્મની પ્રકૃત્તિ નિમિત્ત છે. આયુ અને ગોત્રને પણ દેહ સાથે સંબંધ છે. વેદનીય કર્મનો ઉદય મુખ્યપણે સંયોગોનું કારણ થાય છે. તે કર્મોદયની અસ૨ શરીર ઉ૫૨ પણ હોય છે. આપણા જીવન દ૨મ્યાન એક સમય એવો આવે છે જ્યારે ગતિનો બંધ પડે છે. તે સમયના ભાવને અનુરૂપ ગતિ પ્રાપ્ત થાય છે. સ૨ળ મધ્યમ પરિણામથી મનુષ્ય અને કપટના ભાવથી તિર્યંચ ગતિનો બંધ પડે છે. ઊંચા પ્રકારના શુભ અને અશુભ ભાવો અનુસાર સ્વર્ગ અને નરક ગતિ મળે છે. જે તે ગતિને અનુરૂપ દેહ અને સંયોગો ઉપલબ્ધ થાય છે. આ બધું અઘાતિ કર્મોદયનું ફળ છે. અહીં શ૨ી૨ની મુખ્યતાથી વાત લીધી છે માટે માત્ર નામકર્મને યાદ કર્યું છે. ગતિના બંધ અનુસાર પછીના ભવમાં આવો દેહ અને સંયોગો પ્રાપ્ત થાય છે.
:
: વસ્તુનો એક અંશ છે. તે અંશનું જે નામ છે તે નામ નયને આપવામાં આવે છે. જ્ઞાનને વિષય ક૨ના૨ા નય જ્ઞાનને જ્ઞાન નય કહેવાય છે. અસ્તિત્વને જાણનારી જ્ઞાનની પર્યાય અસ્તિત્વનય નામ પામે છે. તે પ્રમાણે જે પ્રકારના દેહ પ્રાપ્ત થાય છે એ અનુસાર જીવની પર્યાયને તે નામ આપવામાં આવે છે. જ્યારે જીવને મનુષ્ય દેહ સંયોગરૂપે પ્રાપ્ત થાય છે ત્યારે તે જીવની પણ મનુષ્ય પર્યાય છે એવું કથન ક૨વામાં આવે છે. મનુષ્ય દેહની પ્રાપ્તિમાં નિમિત્ત નામકર્મ છે માટે જીવની મનુષ્ય પર્યાય પણ નામકર્મ અનુસાર કહેવામાં આવે છે. શરીરને અને નામકર્મને જે પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એવો
:
નામકર્મને અને જીવને નથી. અઘાતિ કર્મનું ફળ શરી૨ અને સંયોગોમાં આવે છે. જ્યારે જીવના પરિણામોમાં નિમિત્ત ઘાતિકર્મોદય છે. આ સિદ્ધાંત સાચા અર્થમાં સમજવો જરૂરી છે.
દ્રવ્યકર્મના બે પ્રકા૨ છે. ઘાતિ કર્મ અને અઘાતિ કર્મ. જે કર્મ ઉદયમાં આવીને જીવના સ્વભાવનો ઘાત થવામાં (જીવમાં વિભાવ થવામાં) નિમિત્ત બને તેને ઘાતિ કર્મો કહેવામાં આવે છે. જીવ પોતે જો કર્મના ઉદયમાં જોડાય તો વિભાવ થાય. તે જ પ્રમાણે જીવ જ્યારે શુદ્ધ પર્યાયનીપ્રગટતા કરે ત્યારે ઘાતિ કર્મોનો નાશ થાય. આ રીતે જીવના વિભાવને અને ઘાતિ કર્મોને એક બીજાના ઘાતમાં નિમિત્ત થવાનું બને છે. ઘાતિ કર્મનું કોઈ ફળ શરીર અને સંયોગોમાં નથી.
:
:
જીવના ભાવ અનુસાર ગતિ પ્રાપ્ત થાય છે એ વાત આપણે પહેલાની ગાથામાં વિસ્તા૨થી લક્ષમાં લીધી છે. એક પ્રશ્ન જરૂર થાય કે કોઈ આખી જીંદગી શુભભાવો કરતો હોય અને આયુષ્યના બંધ સમયે જ કપટના ભાવ હોય તો તેને સ્વર્ગ કે મનુષ્ય ગતિના સ્થાને તિર્યંચ ગતિમાં જવું પડે એ જરા અજુગતું લાગે. પરંતુ વ્યવસ્થા એ પ્રકારે જ છે. તિર્યંચ ગતિમાં પણ તેને શુભ ભાવના ફળ સ્વરૂપે અનેક પ્રકારની અનુકૂળતા : અવશ્ય પ્રાપ્ત થાય છે.
અઘાતિ કર્મો જીવના વિભાવના નિમિત્તે બને
:
છે પરંતુ અઘાતિ કર્મ ઉદયમાં આવે ત્યારે જીવને શરીર અને સંયોગોની પ્રાપ્તિ કરાવે છે. અઘાતિ કર્મના ઉદયનું કોઈ ફળ જીવમાં નથી આવતું. સામાન્ય માન્યતા એવી છે તે જેવા સંયોગો હોય એવા સંયોગી ભાવ અર્થાત્ વિભાવ થાય છે. એવી
...
જીવને સંયોગરૂપે જે દેહ પ્રાપ્ત થાય છે તેને અનુરૂપ તે પોતાનું જીવન ગોઠવી લે છે. તેથી શરીરની પર્યાય પ્રમાણે જીવની ગતિના નામ : માન્યતાને પોષણ મળે એવા અનેક દૃષ્ટાંતો પણ આપવામાં આવ્યા છે. દૃષ્ટાંત ઃ નય જ્ઞાનનો વિષય : મળી રહે છે. જેની એવી માન્યતા છે તે પોતાના પ્રવચનસાર - પીયૂષ
૧૬૯