________________
તો જીવ એકલો પોતાની મેળે જ્ઞાન કે સુખનું કાર્ય કરી શક્તો નથી. આ પણ પ્રત્યક્ષ અનુભવની વાત છે. તેથી જીવ અને શરીરના ભિન્નપણાનો ગમે તેટલો ઉપદેશ સાંભળે, તે અંગે ગમે તેટલા ન્યાય યુક્તિઓ સાંભળે, વાંચે, વિચારે તોપણ જીવ એકલો પોતાની મેળે સ્વતંત્ર જીવન જીવી શકે છે તે વાત તેને ગળે : ઉતરતી નથી. તે જીવ અને શરીરના જુદાપણાની વાતો પણ કરવા લાગે. કદાચ એ માટે પોતે ન્યાયયુક્તિ પણ દર્શાવે, સંભવ છે કે એની વાત સાંભળીને કોઈ જીવ પૂર્વના ઉપદેશના સંસ્કારને તાજા કરીને આત્મકલ્યાણ કરી પણ લે તેમ છતાં આ અજ્ઞાની જીવ ભેદ જ્ઞાનનો પ્રયોગ કરશે નહીં.
:
જીવ દ્રવ્યકર્મ-ઘાતિકર્મોના ઉદયમાં જોડાયને રાગ દ્વેષ કરે છે અને એવા ભાવ પૂર્વક તે બાહ્ય સંયોગોને ખતવે છે.
આ રીતે જેણે શરીરમાં હુંપણું માન્યું છે તે શરીરને પ્રાપ્ત ઈન્દ્રિયો મારફત બાહ્ય સંયોગોમાં જોડાયને પોતાના પરિણામમાં રાગ-દ્વેષ કરે છે. જીવની આવી : મોહ-રાગ-દ્વેષ યુક્ત પરિણતિને પ૨સમય પ્રવૃતિ કહેવામાં આવે છે. ઉપલક્ષણથી તે જીવ પ૨સમય જીવ કહેવાય છે.
:
ન
:
જીવ અને શરીર અત્યંત જુદા રહીને એક જેવા દેખાય છે પરંતુ તે બન્નેનું ભિન્નપણું આને ભાસતું નથી. તે તો જીવ અને શરીરના એકપણામાં જ બળ ધા૨ણ ક૨ે છે. જીવ અને દેહના એકપણારૂપ : ભાવમાં જ તે એકાંત કરે છે. આ રીતે તે નિરંકુશ એકાંત દૃષ્ટિનો ધારક થાય છે. તેમ થતાં તે મનુષ્ય દેહને અનુરૂપ કાર્ય કરે છે. જેને શરીરમાં હુંપણું છે તેને અન્ય દ્રવ્યોમાં મારાપણાનો ભાવ હંમેશા હોય : છે. જ્યાં હુંપણું અને મારાપણું હોય છે. અર્થાત્ પોતાના જ્ઞાયક સ્વભાવને ભૂલીને જેને પ૨માં મમત્વ હોય છે તેને પરના કાર્ય હું કરું અને તેને હું
:
...
ભોગવું એવી માન્યતા અવશ્ય હોય છે. પ૨ના કાર્ય હું કરી શકું છું તેવી માન્યતા અનુસાર તેને તે પ્રકારે ક૨વાની ઈચ્છા-ભોગવવાની ઈચ્છા વગેરે અવશ્ય હોય છે. તેને ક્રિયાકલાપ શબ્દથી અહીં વર્ણવવામાં આવ્યો છે. જીવની વર્તમાન ઈચ્છા અનુસાર સંયોગો આવતા નથી. ટકતા નથી, સ્વાભાવિક ભોગવાતા નથી. દૂર થતાં નથી. તેથી તે સંયોગોના લક્ષે રાગ-દ્વેષ કરે છે. ખરેખર તો તે સમયે તે
૧૬
જ્ઞાન
·
હવે જ્ઞાનીનું વર્ણન કરે છે. તેણે જ્ઞાયક સ્વભાવને જાણ્યો છે. તેમાં હુંપણું સ્થાપ્યું છે. શરીર અને સંયોગોથી ભેદજ્ઞાન કરીને તેણે જ્ઞાયકમાં
હુંપણું સ્થાપ્યું છે. જીવને અનુરૂપ હવે તેનું આચરણ છે. જે સ્વસમય પ્રવૃત્તિ એવું નામ પામે છે. પોતાના અસલ સ્વભાવમાં હુંપણું સ્થાપવું તેને સકળ વિદ્યાનું મૂળ દર્શાવ્યું છે. જેને શરીરમાં હુંપણું હતું તે સકળ અવિદ્યાનું મૂળ હતું. જયારે જ્ઞાયક ભાવમાં હુંપણું સ્થાપે છે ત્યારે તેના ભાવો જ્ઞાનમય છે. અજ્ઞાનમય પ્રવૃત્તિ અટકી ગઈ. જ્ઞાયકની માગણી અનુસાર હવે તે વિશ્વનો ઉદાસીન જ્ઞાતા રહે છે.
જીવ અને શ૨ી૨ને એક માનવારૂપ જે
એકાંતદૃષ્ટિ હતી તેના સ્થાને જીવ અને દેહ વચ્ચે અસ્તિ નાસ્તિ છે એવું અનેકાંતનું જ્ઞાન તેને થાય છે. આવા અસ્તિ-નાસ્તિરૂપ અનેકાંત વસ્તુ સ્વરૂપને
ચોવીસ કલાકની પ્રવૃતિ
જીવના પરિણામ
નૈમિત્તિક
મોહરાગદ્વેષ
શરીરની ક્રિયા
નૈમિત્તિક
હલનચલન
બોલવું-ખાવું
સ્વાભાવિક
રૂપાળુ-કાળુ
જાડુ-પાતળુ
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન