________________
:
સંબંધની વાત પણ અહીં લેવામાં આવી છે. અનાદિકાળથી આવા સંબંધોની હારમાળા ચાલુ જ છે. દ્રવ્યકર્મો અને સંયાગો બન્ને પૌદગલિક છે. શરીર પણ પૌદગલિક છે. જીવ એનો એ છે. દ્રવ્યકર્મોમાં જાના અને નવા એવા ભેદો પડે છે. એ પ્રકારે શરીર પણ બદલાતા જાય છે. સંયોગો પણ બદલાતા જાય છે. ખરેખર તો દ્રવ્ય કર્મ, શરી૨ અને સંયોગો તે બધાનું કારણ જીવનો વિભાવ જ છે. જીવ પોતે વિભાવ કરવામાં અને તેનો નાશ કરવામાં બન્નેમાં સ્વતંત્ર છે. પરંતુ અહીં સંસા૨ સિદ્ધ ક૨વો છે. તેથી નિમિત્તની મુખ્યતા કરીને કથન કરવામાં આવે છે કે જીવ મુક્ત નથી. બંધાયેલો છે. તેથી તેને શરીર સાથેના સંબંધ થાય છે. વળી શ૨ી૨ પ્રાપ્ત થતાં શરીરની જરૂરિયાત અનુસાર તેને બાહ્ય સામગ્રીનીં પણ જરૂર પડે છે. તેથી તે નવેસરથી સંયોગોને મેળવવા અને ભોગવવા માટે પ્રયત્નો કરે છે. સંયોગો તો જીવના વર્તમાન પ્રયત્ન અનુસાર નથી આવતા પરંતુ પૂર્વના બંધાયેલા અઘાતિ કર્યોદય અનુસાર પ્રાપ્ત થાય છે તેથી તે પ્રાપ્ત સંયોગોમાં નવા રાગ-દ્વેષ-મોહના ભાવો કરે છે. જેથી નવા દ્રવ્ય કર્મો બંધાય છે. જે નવા ઘાતિ કર્મો બંધાય છે તે ફરીને ભવિષ્યમાં ઉદયમાં આવીને જીવના વિભાવમાં નિમિત્ત થશે અને અઘાતિ કર્મોદય અનુસા૨ શ૨ી૨ અને સંયોગો ઉપલબ્ધ થશે. આ રીતે જીના કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે અને નવા કર્મો બંધાય છે. તેમાં વચ્ચે જીવ અને શરીરની
વાત આ ગાથામાં વણી લેવામાં આવી છે. દેહલથી વિભાવ ભાવોની મુખ્યતા દર્શાવવાનો આશય છે. જો જીવને દેહ સાથેનો આવો ઘનિષ્ઠ સંબંધ ન હોય તો તેને સંયોગોની માગણી ન રહે એવો ભાવ દર્શાવવા માગે છે.
: દર્શાવે છે. દ્રવ્ય પ્રાણો સ્વયં પૌદગલિક છે અને તેના કારણ કાર્યો પણ પૌદ્ગલિક છે એવું જણાવે છે.
ગાથા - ૧૪૯
જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને,
:
તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે. ૧૪૯.
જો જીવ મોહ અને દ્વેષ વડે જીવોના (સ્વ તથા પર) પ્રાણોને બાધા કરે છે, તો પૂર્વે કહેલો જ્ઞાનાવરણાદિક કર્મો વડે બંધ થાય છે.
કર્મોદય કા૨ણ અને શ૨ી૨ અને તેના સંબંધી ચા૨ પ્રાણો એ કાર્ય એવું વિસ્તારથી લીધા બાદ આ ગાથામાં ચાર પ્રાણો એ કા૨ણ અને નવીન દ્રવ્ય કર્મનો બંધ એ કાર્ય એવું દર્શાવવા માગે છે. એ વાત ખ્યાલમાં રહે કે નવા દ્રવ્ય કર્મના બંધનું કારણ · તો જીવનો વિભાવ ભાવ જ છે. ચા૨ પ્રાણો સીધા
:
:
નવા કર્મ બંધના કા૨ણો નથી. પરંતુ જીવ શરીરને સાધન બનાવીને વિભાવ કરે છે. તેથી અહીં ચાર પ્રાણોને કર્મબંધના કારણરૂપે દર્શાવે છે. ચાર પ્રાણોમાંથી ઈન્દ્રિય અને બલ એ બે પ્રાણો દ્વારા જ જીવ વિભાવ કરે છે એ પણ ખ્યાલમાં રાખવું.
ગાથામાં જીવ મોહ અને દ્વેષ કરે છે એવું લખાણ છે. ત્યાં રાગનું નામ નથી. દ્વેષ એ અશુભભાવ છે. સિદ્ધાંત એ છે શુભ અને અશુભ બન્ને ભાવો નવા કર્મબંધના કારણો થાય છે. ત્યારે
સહેજે થાય કે કદાચ પદ્યની રચના અનુસાર રાગ શબ્દનો ઉપયોગ શક્ય નહીં હોય. પરંતુ અહીં દ્વેષ શબ્દ દ્વારા હિંસાની વાત લીધી છે. હિંસામાં પણ સ્વ અને ૫૨ બન્નેની વાત લીધી છે. આચાર્યદેવ સ્વ હિંસા ઉ૫૨ વજન દેવા માગે છે માટે માત્ર દ્વેષ અને હિંસા એવો શબ્દ વાપર્યો છે. આપણને પૂ. એ વાત લીધા પછી ફરીને પ્રાણોનું ગુરુદેવશ્રીના પ્રતાપે એ ખ્યાલ છે કે મિથ્યાત્વ એ પૌદગલિકપણું દર્શાવે છે. તે પ્રાણોને પૌદગલિક જ મોટામાં મોટી હિંસા છે. વળી શુભાશુભ બન્ને કર્મોના કાર્યરૂપે અને પૌદગલિક કર્મોના કારણરૂપે : ભાવો નવા કર્મ બંધના કારણ છે. જીવને અન્ય
:
જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
૧૫૮