________________
કારણભૂત) મહાસ્કંધો દ્વારા તથાવિધ પરિણામે ... છીએ. દૃષ્ટાંતરૂપે પાણીનો સ્વભાવ શીતલ છે જ્યારે
અગ્નિ સ્વભાવે ઉષ્ણ છે. આ રીતે દરેક સ્કંધની કોઈને કોઈ વિશિષ્ટતા જોવા મળે છે. જેમ કે લીંબુ ખાટું છે અને સાકર ગળી છે. અહીં લીંબુમાં બધા ગુણોની પર્યાયો વિદ્યમાન હોવા છતાં આપણે તેની ખટાશને જ મુખ્ય કરીને લક્ષમાં લઈએ છીએ.
(શબ્દ પરિણમે) ઉપજતો હોવાથી તે સ્કંધ જન્મે છે, કારણકે મહાકંધો પરસ્પર અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે. વળી આ વાત વિશેષ સમજાવવામાં આવે છેઃ- એકબીજામાં પ્રવેશીને સર્વત્ર વ્યાપીને રહેલી એવી જે સ્વભાવ નિષ્પન્ન જ (પોતાના સ્વભાવથી જ બનેલી) અનંત પરમાણુમયી શબ્દ યોગ્ય-વર્ગણાઓ તેમનાથી આખો લોક ભરેલો હોવા છતાં જ્યાં જ્યાં બહિરંગ સામગ્રી ઉદિત થાય છે ત્યાં ત્યાં તે વર્ગણાઓ શબ્દપણે સ્વયં પરિણમે છે. એ રીતે શબ્દ નિયતપણે (અવશ્ય) ઉત્પાદ્ય છે; તેથી તે સ્કંધજન્ય છે. ફૂટનોટમાં લખ્યું છે કે ભાષાવર્ગણા સ્વયમેવ શબ્દરૂપે પરિણમે છે તેમાં પવન-ગળું-તાળવું-જીવ-હોઠ, ઘંટ-મોગરી વગેરે મહાસ્કંધોનું અથડાવું તે બહિરંગ કારણ સામગ્રી છે. અર્થાત્ નિમિત્ત છે. માટે શબ્દને વ્યવહારથી સ્કંધજન્ય કહેવામાં આવે છે.
આથી આ ૧૩૨ ગાથાની ટીકામાં નિત્યપણું દર્શાવતા નીચે પ્રમાણે લખાણ છે. “જે ત્યાં નિત્યપણું છે તે તેને (શબ્દને) ઉત્પન્ન કરનારા પુદ્ગલોનું અને તેમના સ્પર્શાદિક ગુણોનું જ છે, શબ્દ પર્યાયનું નહીં. એમ અતિ દૃઢપણે ગ્રહણ કરવું’’
:
:
:
હવે બીજી વાત જે ખરેખર મુખ્ય છે તે એ પ્રમાણે છે તે બધા સ્કંધો પુદ્ગલ પરમાણુઓના બનેલા છે. સ્કંધના પ્રકાર ગમે તેટલા અલગ હોય તોપણ ૫૨માથું બધાની જાત એક જ છે. આ સમજવા જેવું છે. આપણી સામાન્ય માન્યતા એવી છે કે છરી લોહીરૂપે પરિણમે. છરીમાં લોહ છે અને તે લોહ કયારેક રક્તકણમાં રહેલા હેમોગ્લોબીનરૂપે થાય પરંતુ લોહતત્ત્વતો એનું એ રહે છે. સોનાના બધા કણ સદાય સોનારૂપ જ રહે છે. આપણી આવી માન્યતા હોવા છતાં હકીકત એ છે કે સોનુ પણ પરમાણુની રચના છે અને લોઢું પણ પરમાણુથીજ બનેલું છે. જે પરમાણુઓ સોનારૂપે જોવા મળે છે તે ૫૨માણુઓ છૂટા પડી જાય અને લોઢારૂપે પણ થાય ખરા આ વાત આપણને નવી લાગે પરંતુ વાસ્તવિક છે. ટીકાકાર આચાર્યદેવ આ ગાથામાં ત્રણ દૃષ્ટાંત આપ્યા છે.
:
:
પાણીને ગંધ નથી. અગ્નિમાં ગંધ અને ૨સ નથી અને પવનમાં ગંધ-૨સ અને વર્ણ જણાતા નથી.
ટીકાના ત્યાર પછીના લખાણમાં એવું લખાણ લીધું છે કે સ્કંધના કેટલાક દૃષ્ટાંતો એવા છે જેમાં ગંધ, રસ અને વર્ણ જણાતા નથી. આ લખાણ વાંચતા પ્રથમ તો દ્વિધા ઉત્પન્ન થાય છે કે ગુણની તો પર્યાય હોય તે કેમ જણાય નહીં? તેની સ્પષ્ટતા પ્રથમ આપણે કરી લેવી જરૂરી છે. અહીં ઈન્દ્રિય જ્ઞાનમાં જણાતું નથી એ વાત ખ્યાલમાં રાખવી જરૂરી છે. પરમાણુમાં સ્પર્શાદ ચાર મૂર્ત ગુણો છે અને તેની પર્યાયો પણ છે. આ ઈન્દ્રિય જ્ઞાનનો વિષય થતા નથી તેથી તે જણાતું નથી સ્કંધો પરમાણુઓના બનેલા છે. તે સ્કંધને એક અલગ પદાર્થરૂપે લક્ષમાં લઈ અને તેનો સ્વભાવ શું છે તે રીતે તેને ઓળખીએ પ્રવચનસાર - પીયૂષ
:
...
આ રીતે આ ત્રણ દૃષ્ટાંતોમાં ગંધ-૨સ અને વર્ણની પર્યાયો દશ્યમાન નથી પરંતુ તે ત્રણ જેનાથી ઉત્પન્ન થાય છે. તેમાં બધું જોવા મળે છે. બધામાં ચા૨ મૂર્ત ગુણો અવશ્ય છે. ચંદ્રકાંત મણિમાં ચારેય મૂર્ત પર્યાયો જોવા મળે છે પરંતુ તેનું જ્યારે પાણીમાં રૂપાંતર થાય છે ત્યારે ત્યાં ગંધ જણાતી નથી. એ પ્રમાણે
:
૧૩૫
પાણી
અગ્નિ
પવન
ચંદ્રકાંત મણિ અરિણ
જવ