________________
પરિણમનો કર્તા અને ભોક્તા. અજ્ઞાની જીવ (વાસ્તવિકતા) પોતાના વિભાવ ભાવનો કર્તા અને તેનો ભોક્તા.
બે પદાર્થો વચ્ચે કર્તાકર્મપણું કયારેય ન હોય કારણકે બે પદાર્થ વચ્ચે વ્યાપ્ય વ્યાપકપણું કયારેય ન હોય.
બે પદાર્થો વચ્ચેના નિમિત્ત નૈમિત્તિક સંબંધને લક્ષમાં લઈને ત્યાં કા૨ણ કાર્ય એવો શબ્દ પ્રયોગ ક૨વામાં આવે છે. જીવના વિભાવને અનુસરીને દ્રવ્યકર્મની રચના થાય છે. ત્યાં નિયમભૂત નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તે સંબંધ દેખીને જીવને વ્યવહા૨નયે-ઉપચારથી દ્રવ્યકર્મનો કર્તા કહેવામાં આવે છે એ વાત આપણે આગલી ગાથામાં જોઈ ગયા છીએ.
આત્માના પરિણામને આત્માની ક્રિયા કહેવામાં આવી છે. ક્રિયા અને કર્મ એ કાર્ય રૂપે દર્શાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે ક્રિયા શબ્દથી છ કારકરૂપના પરિણામ લક્ષમાં આવે છે જ્યારે કર્મ(પરિણામ) શબ્દ તો છ કા૨ક માંહેનું એક કા૨ક જ છે. આ રીતે ક્રિયા અને કર્મ શબ્દના ભાવમાં તફાવત લક્ષગત થાય છે. બીજી રીતે વિચારીએ તો પરિણમનરૂપ ક્રિયા તો અનાદિથી અનંતકાળ સુધી : અસ્ખલિતરૂપે ચાલ્યા જ કરે છે. ત્યાં સ્થિરપણું નથી. પરંતુ જ્યારે તે ક્રિયાને વિસદશ ભાવરૂપે લક્ષમાં લેવામાં આવે ત્યારે તે પરિણામ અથવા પર્યાય એ રૂપે લક્ષમાં આવે છે. તે બે પર્યાયો વચ્ચેનો તફાવત વિસદૃશતાને કારણે ખ્યાલમાં આવે છે. યાદ રહે કે જેને આપણે એક સમયના પરિણામ કહીએ ત્યાં પણ સ્થિરતા તો નથી જ. કર્તા-કર્મ અને ક્રિયા
:
અહીં એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે કે કુંભાર ઘડાનો કર્તા થાય છે એવો અજ્ઞાનીનો
અનાદિરૂઢ વ્યવહાર છે. બે પદાર્થનું અત્યંત ભિન્નપણું સમજાવવામાં આવે ત્યારે “ક્રિયા વસ્તુની ફેરણી’’ દર્શાવવા માટે અને વ્યાપ્ય વ્યાપકપણું એક જ પદાર્થમાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે હોય તે પાકું કરાવવા માટે આ વાત ક૨વામાં આવી છે. જ્ઞાની નિશ્ચયે કે વ્યવહારે એક દ્રવ્યને અન્ય દ્રવ્યના પરિણામનો કર્તા માનતો નથી. જિનાગમમાં જીવને ૫દ્રવ્યના પરિણામનો કર્તા કહ્યો હોય ત્યાં અજ્ઞાનીને તેની ભાષામાં સમજાવવા માટે કહ્યું છે. એવો આશય લક્ષમાં રાખવો.
અર્થાત્ બે પર્યાય વચ્ચે થતાં ફેરફાર. એકરૂપ છોડીને અન્યરૂપ ધારણ કરવું તેને ક્રિયા કહેવામાં આવે છે. દૃષ્ટાંતરૂપે માટીનો પિન્ડ એક પર્યાય છે હવે તેમાં ફે૨ફા૨ થઈને ઘડો થાય છે. તે રૂપાંતરને અહીં ક્રિયા શબ્દથી ઓળખાવવામાં આવે છે. પર્યાયના વિસદેશ ભાગ ઉપર લક્ષ ન કરો તો દરેક પદાર્થ પરિણમનશીલ થઈને એકરૂપ ક્રિયાને કરી રહ્યું છે. જીવ સદાય જીવરૂપે પરિણમે છે. પુદ્ગલ પોતારૂપે પોતામયપણે પરિણમી રહ્યું છે. આ રીતે પરિણામ
૧૦૫
: બધાને અભેદપણે એક હોવાથી એકરૂપે દર્શાવે છે. પ્રથમ તો જીવના પરિણામ પોતે જીવ જ છે. એમ સિદ્ધાંત સમજાવે છે. કારણકે પરિણામી એવો જીવ પરિણામ સ્વરૂપ ક્રિયાનો ક૨ના૨ છે. પોતે વ્યાપક થઈને પોતાની પર્યાયમાં વ્યાપે છે. ત્યાં દ્રવ્યપર્યાયનું તાદાત્મ્યપણું છે માટે આત્માના પરિણામ પોતે આત્મા જ છે. છાબમાં રાખેલા દાગીનાને સોનુ પણ કહી શકાય અને હાર પણ કહી શકાય. દાગીનો તે બન્નેરૂપ લઈને રહેલો છે.
:
:
જીવના વિભાવ અનુસાર શ૨ી૨ અને સંયોગોમાં તેને અનુરૂપ ક્રિયા થાય અથવા ન પણ થાય ત્યાં નિયમ ટકતો નથી. જો એ પ્રમાણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય તો જીવે એ કાર્ય કર્યું એવું વ્યવહારનયે કથન થાય છે. દૃષ્ટાંતઃકુંભાર ઘડાનોં
કર્તા છે.
ટીકામાં આચાર્યદેવ જીવ-ક્રિયા-પરિણામ એ
પીયૂષ
પ્રવચનસાર -