________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સ્તુતિનો ભાવાર્થ હે મહાવીર! આપે સંસારી જીવોના ભાવમરણ (રાગ-દ્વેષરૂપ પરિણમન) ટાળવાને માટે કરુણા કરીને સાચું જીવન આપનાર, તત્ત્વજ્ઞાન સમજાવનાર, દિવ્યધ્વનિરૂપી અમૃતની નદી વહેવડાવી હતી. તે અમૃતવાણીરૂપ નદીને સૂકાતી જોઈને કૃપા કરીને ભાવલિંગી સંત મુનિરાજ કુન્દકુન્દ્રાચાર્યે સમયસાર નામના મહાશાસ્રરૂપી પાત્રમાં તે જીવન આપનાર અમૃતવાણીરૂપ જળ ભરી લીધું.
પૂજય કુન્દુકુન્દાચાર્યદેવે સમયસાર શાસ્ત્ર બનાવ્યું અને અમૃતચંદ્રાચાર્યે તેના ઉપર આત્મખ્યાતિ ટીકા અને કળશ લખીને તેના ઉપર માંગલિક સાથિયા કર્યા. હે મહાન ગ્રંથ સમયસાર! તારામાં આખા વિશ્વના ભાવો ભર્યા છે.
હે કુન્દકુન્દાચાર્યદવ! સમયસાર નામના મહાશાસ્ત્રમાં પ્રગટ થયેલી આપની વાણી શાન્તરસથી ભરપૂર છે અને મુમુક્ષુ જીવોને ખોબે ખોબે અમૃતરસ પીવડાવે છે. જેવી રીતે વિષ-પાનથી ઉત્પન્ન થયેલી મૂછ અમૃત-પાનથી દૂર થઈ જાય છે, તેવી જ રીતે અનાદિકાળના મિથ્યાત્વ-વિષથી ઉત્પન્ન મૂછ તારી અમૃતવાણીના પાનથી તરત જ દૂર થઈ જાય છે અને વિભાવભાવોમાં રમી રહેલી પરિણતિ સ્વભાવ તરફ દોડવા લાગે છે.
હે સમયસાર! તું નિશ્ચયનયનો ગ્રન્થ છે, તેથી વ્યવહારના બધા અંગોને ભેદનાર છે અને તું જ જ્ઞાનભાવ અને કર્મોદયજન્ય ઔપાધિક ભાવોની સંધિને ભેદનાર પ્રજ્ઞારૂપી છીણી છે. મોક્ષમાર્ગના સાધકોનો તું સાચો સાથી છે, જગતનો સૂર્ય છે અને તું જ મહાવીરનો સાચો સંદેશ છે. સંસારનાં દુ:ખથી દુઃખી હૃદયોને વિશ્રામ આપનાર ગ્રન્થરાજ! જાણે તું મુક્તિનો માર્ગ જ છો.
४८
Please inform us of any errors on rajesh@AtmaDharma.com