________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનચંદ - જેમાં સામાન્યનો પ્રતિભાસ (નિરાકાર ઝલક) હોય તેને દર્શનોપયોગ
કહે છે અને જેમાં સ્વપર પદાર્થોનું ભિન્નતાપૂર્વક અવભાસન હોય, તે
ઉપયોગને જ્ઞાનોપયોગ કહે છે. દર્શનલાલ – બધા જીવોનું જ્ઞાન એક સરખું તો નથી હોતું? જ્ઞાનચંદ – હા, શક્તિ અપેક્ષાએ તો બધામાં જ્ઞાનગુણ એક સરખો જ છે પરંતુ
વર્તમાન વિકાસની અપેક્ષાએ જ્ઞાનના મુખ્યપણે ૮ ભેદ હોય છે(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યય જ્ઞાન (૫) કેવળજ્ઞાન
(૬) કુમતિ (૭) કુશ્રુત (૮) કુઅવધિ દર્શનલાલ – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન આદિનું તાત્પર્ય શું છે? જ્ઞાનચંદ – પરાશ્રયની બુદ્ધિ છોડીને દર્શનોપયોગપૂર્વક સ્વસમ્મુખતાથી પ્રગટ
થનાર નિજ આત્માના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે, અથવા જેમાં ઈન્દ્રિયો અને મન નિમિત્ત છે તે જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાન દ્વારા જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થ ને જાણનાર જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
ઈન્દ્રિય કે મનના નિમિત્ત વિના તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને
ભાવની મર્યાદા સહિત રૂપી પદાર્થના સ્પષ્ટ જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. દર્શનલાલ – અને મન:પર્યયજ્ઞાન? જ્ઞાનચંદ - સાંભળો, બધું બતાવું છું. જ્ઞાની મુનિરાજને ઈન્દ્રિય મનનાં નિમિત્ત
વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા સહિત બીજાના મનમાં સ્થિત રૂપી વિષયનું સ્પષ્ટ જ્ઞાન થાય તેને મન:પર્યયજ્ઞાન કહે છે. અને જે ત્રણલોક તથા ત્રણકાળવર્તી સર્વ પદાર્થો અને તેના સમસ્ત ગુણો અને સમસ્ત પર્યાયોને તથા અપેક્ષિત ધર્મોને પ્રતિસમય, સ્પષ્ટ
અને એકસાથે જાણે છે, એવા પૂર્ણજ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. દર્શનલાલ – એ તો ઠીક, પરંતુ કુમતિ આદિ પણ કોઈ જ્ઞાન છે?
૧૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com