________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પાઠ ૪
ચાર અનુયોગ
આચાર્યકલ્પ પં. ટોડરમલજી
(વ્યક્તિત્વ અને કર્તુત્વ) આચાર્યકલ્પ પં. ટોડરમલજી વિ. સં. ૧૭૯૭ માં લગભગ જયપુરમાં જન્મ્યા હતા. તેમના પિતા શ્રી જોગીદાસજી ખંડેલવાલ દિગંબર જૈન ગોદીકા ગોત્રના હતા. તેમની માતાનું નામ રંભાબાઈ હતું. તેઓ પોતાના મા-બાપના એકના એક પુત્ર હતા. તેમના મોટા પુત્રનું નામ હરિશ્ચંદ્ર અને નાનાનું નામ ગુમાનીરામ હતું. ગુમાનીરામ મહાન પ્રતિભાશાળી અને કાન્તિકારી હતા.
બાળક ટોડરમલની પ્રતિભા જોઈને તેમને ભણાવવા માટે બનારસથી વિદ્વાનને બોલાવવામાં આવ્યા હતા. તેમની સ્મરણશક્તિ વિલક્ષણ હતી. તેમણે ૧૦-૧૧ વર્ષની ઉમરમાં જ ન્યાય, વ્યાકરણ અને ગણિત જેવા અઘરા વિષયોનું ગંભીર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેમના ગુરુનું નામ બંશીધર હતું.
તેમની કુલ દસ રચનાઓ પ્રાપ્ત છે. જે ગદ્ય અને પદ્ય બન્ને પ્રકારની છે. ગધમાં કેટલીક તો ટીકાઓ અને કેટલીક સ્વતંત્ર રચનાઓ છે. (૧) ગોમ્મસાર જીવકાંડ ટીકા (૨) ગોમ્મદસાર કર્મકાંડ ટીકા (૩) લબ્ધિસાર ક્ષપણાસાર ટીકા (૪) ત્રિલોકસાર ટીકા ( ૫ ) આત્માનુશાસન ટીકા (૬) પુરુષાર્થ સિદ્ધિયુપાય ટીકા (૭) અર્થ સંદષ્ટિ વિચાર (૮) મોક્ષમાર્ગ પ્રકાશક (મૌલિક). (૯) રહસ્યપૂર્ણ ચિઠ્ઠી (મૌલિક) (૧૦) ગોમ્મસાર પૂજા સંસ્કૃત (મૌલિક).
તેમની ગદ્ય શૈલી પરિમાર્જિત, પ્રૌઢ અને સહજ બોધગમ્ય છે. ભાષા ઉપર તેમનો અસાધારણ કાબુ હતો. તેઓ હિન્દીની સાથોસાથ પ્રાકૃત અને સંસ્કૃતના પણ મહાન વિદ્વાન હતા. તેમનું મૃત્યુ ૨૭-૨૮ વર્ષની નાની ઉમરમાં જ સામાજિક દ્વષને કારણે થયું. પ્રસ્તુત અંશ મોક્ષમાર્ગ પ્રકાશકના આઠમા અધ્યાયના આધારે લખવામાં આવ્યો છે.
૧૭
Please inform us of any errors on rajesh@AtmaDharma.com